________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
૧૨૨ ]
[પ્રવચન રત્નાકર ભાગ-૯
ત્યારે કહ્યું કે-ભાઈ! કારણપરમાત્મા તો અંદર ત્રિકાળ એક જ્ઞાયકભાવપણે બિરાજી રહ્યો છે પણ એને અંતર્મુખપણે પ્રતીતિમાં આવે ત્યારે ‘હું કા૨ણપ૨માત્મા છું'.
એમ ભાન થાય ને ? પ્રતીતિમાં આવ્યા વિના એને કારણપરમાત્મા ક્યાં છે? ભગવાન પૂર્ણાનંદસ્વરૂપ નિજ પ૨માત્મદ્રવ્યનું સમ્યક્ શ્રદ્ધાન થાય તેને ‘હું કારણ પરમાત્મસ્વરૂપ છું' –એમ ભાસે છે ને તેને કાર્ય (કાર્ય ૫રમાત્મા) પ્રગટે છે. જે એક સમયની પર્યાય અને રાગની શ્રદ્ધામાં રહ્યો છે તેને કા૨ણપ૨માત્મા કેમ ભાસે ? તેને કાર્ય ક્યાંથી પ્રગટે?
એ તો ગાથા (સમયસારમાં) ૧૭–૧૮ માં આવી ગયું કે-આબાળગોપાળ બધા આત્માઓને વર્તમાન જે જ્ઞાનપર્યાય છે તેમાં નિજ ૫૨માત્મદ્રવ્ય જ ભાસે છે, પણ અજ્ઞાનીઓની દષ્ટિ ત્યાં નથી. અહા! આખું દ્રવ્ય પોતાના જ્ઞાનમાં જણાય એવી પોતાની ચીજ છે કેમકે જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. પણ એની ( -અજ્ઞાની જીવની) દષ્ટિ સ્વ ઉપર નથી પણ પ૨ ઉપર છે, પર્યાય અને રાગ ઉપર છે. તેથી જે નિજ ૫રમાત્મદ્રવ્ય જણાય છે તેનો તે અનાદર કરે છે અને રાગ અને અંશમાત્ર હું છું એમ તે માને છે. હવે આવી વાત છે ત્યાં એને કાર્ય કેમ પ્રગટે?
કળશટીકામાં આવે છે કે-જેમ ઢાંકેલો નિધિ પ્રગટ કરવામાં આવે છે તેમ જીવદ્રવ્ય પ્રગટ જ છે, પરંતુ કર્મસંયોગથી ઢંકાયેલું હોવાથી મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું; તે ભ્રાંતિ ૫૨મગુરુ શ્રી તીર્થંકરનો ઉપદેશ સાંભળતાં મટે છે, કર્મસંયોગથી ભિન્ન શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ થાય છે. આવો અનુભવ તે સમ્યક્ત્વ છે. એક સમયની પર્યાય અને રાગ જેટલો આત્માને માને તેને આત્મા મરણને પ્રાપ્ત થઈ રહ્યો છે, કેમકે જીવતી જ્યોત નિજ પરમાત્મદ્રવ્ય તેની સન્મુખ થઈને તેનો એને સ્વીકાર નથી. સ્વભાવથી વિમુખ થઈને રાગ અને વર્તમાન પર્યાયનો સ્વીકાર કરનાર જીવ મરણને પ્રાપ્ત થઈ રહ્યો છે. ૧૧ અંગ અને નવપૂર્વનો ઉઘાડ ભલે હોય, તે વિકાસમાં સંતુષ્ટ થઈ જે રોકાઈ ગયો છે તે જીવ સ્વભાવને ભૂલીને મરણને પ્રાપ્ત થઈ રહ્યો છે. અરે! અનંતકાળમાં એણે સ્વભાવની દૃષ્ટિ કરી જ નથી !
અહીં કહે છે-ત્રિકાળ આનંદસ્વરૂપ પોતે પરમાત્મદ્રવ્ય છે, તેના શ્રદ્ધાન-જ્ઞાનઆચરણરૂપ પર્યાયે જીવ પરિણમે તે ભવ્યત્વ શક્તિની અર્થાત્ મોક્ષમાર્ગની યોગ્યતારૂપ શક્તિની વ્યક્તિ છે અને તે ધર્મ છે. અરે! પોતે આવો અંદર ભગવાનસ્વરૂપ એનાં ગાણાંય કદી એણે સાંભળ્યાં નથી! પણ ભાઈ! જો અંદર શક્તિએ ભગવાનસ્વરૂપ ન હોય તો પર્યાયમાં આવશે ક્યાંથી ? બહારમાં તો કાંઈ છે નહિ. બહારમાં તું ભગવાનની (અદ્વૈતાદિની ) ભક્તિ કરે, પૂજા કરે કે સમ્મેદશિખરની જાત્રા કરે, પણ એનાથી ધર્મ થાય એવું ધર્મનું સ્વરૂપ નથી, કેમકે એ તો માત્ર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com