________________
૧૨૦ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ અહો ! આ તો કોઈ અદ્દભુત અલૌકિક વાતો છે. કહે છે-જ્યારે કાળાદિલબ્ધિના વશે ભવ્યત્વશક્તિની વ્યક્તિ થાય છે ત્યારે જીવ સહજ-શુદ્ધ-પારિણામિકલક્ષણ નિજ પરમાત્મદ્રવ્યનાં સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-અનુચરણરૂપ પર્યાય પરિણમે છે. નિયમસારમાં (ગાથા-૧૫૭ માં) આવે છે ને કે
“નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે,
ત્યમ જ્ઞાની પરજન સંગ છોડી જ્ઞાનનિધિને ભોગવે.” જેમ કોઈ દરિદ્ર માણસ નિધિને પામીને પોતાના વતનમાં ગુસપણે રહી તેના ફળને ભોગવે છે. તેમ જ્ઞાની પરજનોના સંગને છોડીને સ્વરૂપમાં ગુપ્ત રહીને જ્ઞાન-નિધિને ભોગવે છે. આની ટીકામાં કહ્યું છે કે
સહજ પરમતત્ત્વજ્ઞાની જીવ કવચિત્ આસન્નભવ્યના (આસન્નભવ્યતારૂપ) ગુણનો ઉદય થતાં સહજ વૈરાગ્યસંપત્તિ હોતાં, પરમ ગુરુના ચરણકમળયુગલની નિરતિશય (ઉત્તમ) ભક્તિ વડે મુક્તિસુંદરીના મુખના મકરંદ સમાન સહજજ્ઞાનનિધિને પામીને, સ્વરૂપવિકળ એવા પરજનોના સમૂહને ધ્યાનમાં વિપ્નનું કારણ સમજીને તજે છે.”
જેમ કોઈ દરિદ્રીને મોટી કરોડોની નિધિ ભાગ્યવશ મળી જાય તો તે પોતાના વતનમાં જઈને તેને ગુસપણે એકલો ભોગવે છે. એમ, કહે છે, હે, ભાઈ ! તને પરમ અદભુત જ્ઞાનનિધિ-જ્ઞાનનો સમુદ્ર જો પ્રાપ્ત થયો તો તેને એકલો (સ્વરૂપગુપ્ત રહીને) ભોગવજે. એમ કે કોઈ સાથે વાદવિવાદ કરીશ નહિ. જગતમાં અસમય અને પરસમય એમ અનેક પ્રકારના જીવ છે. તેની સાથે વાદવિવાદમાં પડીશ નહિ, કેમકે વાદવિવાદથી આવી સ્વરૂપની વાત સમજાય એમ નથી. નિયમસાર ગાથા ૧૫૬ માં એ જ કહ્યું છે કે
" णाणा जीवा णाणा कम्मं णाणाविहं हवे लद्धि।
तम्हा वयणविवादं सगपरसमएहिं वज्जिज्जो।।" નાના પ્રકારનાં જીવો છે, નાના પ્રકારનું કર્મ છે, નાના પ્રકારની લબ્ધિ છે; તેથી સ્વસમયો અને પરસમયો સાથે (સ્વધર્મીઓ અને પરધર્મીઓ સાથે) વચન-વિવાદ વર્જવાયોગ્ય છે.
ત્યારે કોઈ કહે છે- વિઘટન થયું છે તે અમે સંગઠન કરવા માગીએ છીએ.
પરંતુ ભાઈ ! ભગવાન જિનેશ્વરનો આ માર્ગ એમ (વાદ કરવાથી) નહિ સમજાય. વાદવિવાદમાં એકને સાચા અને એકને ખોટા પાડવા છે તારે; પણ ત્યાં હું એક વાત કરવા જાય ત્યાં તે બીજી વાત કરશે. એમ કે વ્યવહારને શાસ્ત્રમાં સાધન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com