________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦ ]
ન રત્નાકર ભાગ-૯ હવે કહે છે- “ત્યાર પછી ચાર ગાથા દ્વારા જીવનું અભોકતૃત્વગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી વ્યાખ્યાન કરવામાં આવ્યું.'
પહેલાં અકર્તુત્વ કહેવામાં આવેલ, પછી અભોકતૃત્વગુણની મુખ્યતાથી વ્યાખ્યાન કરવામાં આવ્યું.
ત્યાર પછી બે ગાથા કહેવામાં આવી જેના દ્વારા, પૂર્વે બાર ગાથામાં શુદ્ધ નિશ્ચયથી કર્તુત્વ-ભોકતૃત્વના અભાવરૂપ તથા બંધ-મોક્ષનાં કારણ ને પરિણામના અભાવરૂપ જે વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું તેનો જ ઉપસંહાર કરવામાં આવ્યો.
આ રીતે સમયસારની શુદ્ધાત્માનુભૂતિલક્ષણ “તાત્પર્યવૃતિ” નામની ટીકામાં મોક્ષાધિકાર સંબંધી ચૂલિકા સમાપ્ત થઈ. અથવા બીજી રીતે વ્યાખ્યાન કરતાં, અહીં મોક્ષાધિકાર સમાપ્ત થયો.'
જુઓ, આ ટીકાનું નામ શુદ્ધાત્માનુભૂતિલક્ષણ તાત્પર્યવૃતિ છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવની ટીકાનું નામ આત્મખ્યાતિ છે. શ્રી જયસેનાચાર્યદવની અપેક્ષાએ મોક્ષાધિકાર સંબંધી ચૂલિકા સમાપ્ત થઈ, અથવા બીજી રીતે વ્યાખ્યાન કરતાં, મોક્ષાધિકાર અહીં સમાપ્ત થયો. હુવે
વળી વિશેષ કહેવામાં આવે છે:
ઔપશમિકાદિ પાંચ ભાવોમાં કયા ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે.
ત્યાં ઔપશમિક, લાયોપથમિક, ક્ષાયિક અને ઔદયિક એ ચાર પર્યાયરૂપ છે અને શુદ્ધ પારિણામિક (ભાવ) દ્રવ્યરૂપ છે. એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્યપર્યાયય (દ્રવ્ય અને પર્યાયનું જોડકું) તે આત્મા-પદાર્થ છે.”
જુઓ, પાંચ ભાવમાં ઉપશમાદિ ચાર ભાવો પર્યાયરૂપ છે. તેમાં (પ્રથમના) ત્રણ નિર્મળ પર્યાયરૂપ છે, ઔદયિક મલિન વિકારરૂપ છે; અને પારિણામિક ધ્રુવ દ્રવ્યસ્વરૂપ છે. તે આત્માનો અહેતુક અકૃત્રિમ સહજ સ્વભાવ છે.
પથમિક ભાવઃ- પાંચ ભાવોમાં એક ઔપથમિક ભાવ છે. તે નિર્મળ છે. જેમ પાણીમાં મેલ હોય તે મેલ નીચે ઠરી જાય અને ઉપર પાણી નિર્મળ થઈ જાય તેમ કર્મનો ઉદય ઠરે અને અંદર પર્યાયમાં નિર્મળ ભાવ પ્રગટ થાય તેને ઔપશમિક ભાવ કહે છે. અનાદિ અજ્ઞાની જીવને સૌ પ્રથમ જ્યારે પોતાના શુદ્ધ સ્વભાવનું ભાન કરે ત્યારે, ચોથે ગુણસ્થાને ઔપથમિક સમ્યગ્દર્શન થાય છે. આ ઔપશમિક ભાવથી ધર્મની શરૂઆત થાય છે, પછી ચારિત્રમાં ઉપશમભાવ ઉપશમશ્રેણી વખતે મુનિને હોય છે. આ ઉપશમભાવ એ નિર્મળ ભાવ છે. તેમાં મોહનો વર્તમાન ઉદય નથી, તેમ જ તેનો સર્વથા ક્ષય પણ થઈ ગયો નથી. જેમ નીતરેલા સ્વચ્છ પાણીમાં નીચે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com