________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩ર૦ ]
[ ૯૭ શું કીધું? કે કેવળી ભગવાનને તો રાગેય નથી ને બંધય નથી. પૂરણ વીતરાગ છે ને? પણ જેને સચ્ચિદાનંદસ્વરૂપ પૂર્ણાનંદ પ્રભુ આત્માનું અંતરમાં ભાન થયું છે એવો અંશે શુદ્ધતારૂપ પરિણમેલો ધર્મી જીવ પણ રાગનો અકારક અને અવેદક છે–એમ કહે છે. અહા ! તે રાગને-બંધને જાણે છે, કરતો નથી. ધર્મી પુરુષ રાગ હોય છે તેને જ્ઞાનની દશામાં તે જાણે કે આ રાગ (બીજી ચીજ) છે, મારો છે અને તેનું વેદન મને છે એમ નહિ. અહો ! ધર્મનું સ્વરૂપ આવું અલૌકિક છે ભાઈ ! ધર્મી જીવ બંધને જાણે અને મોક્ષને પણ જાણે. અહાહા...! તે રાગ થાય તેને જાણે અને રાગનો અભાવ થાય તેને પણ જાણે, પણ રાગ થાય તેને વા રાગનો અભાવ થાય તેને કરે એમ નહિ. સમજાણું કાંઈ....? અહો ! ચિચમત્કાર પ્રભુ ભગવાન આત્માનું જેને ભાન થયું તે ધર્મી પુરુષની અંતરદશા કોઈ અદ્દભુત અલૌકિક હોય છે.
ત્યારે કલકત્તાના એક સામાયિકમાં આવ્યું છે કે-કાનજીસ્વામી તો બધાને ભગવાન આત્મા’ કહીને સંબોધન કરે છે.
હા, ભાઈ ! અમે તો સૌને ભગવાન આત્મા તરીકે દેખીએ છીએ, અમે તો તેને ભગવાન! બાળક, યુવાન કે વૃદ્ધપણે દેખતા જ નથી. અહાહા..! અંદરમાં તું પૂરણ જ્ઞાનાનંદસ્વરૂપ છો ને પ્રભુ! “ભગ” નામ જ્ઞાનાનંદની લક્ષ્મીનો ધ્રુવ-ધ્રુવ ભંડાર એવો ભગવાન છો ને નાથ ! અહો ! આવા નિજસ્વરૂપને અનુભવ્યું તેની અંતરદશા અલૌકિક છે.
જાઓ, વીતરાગ સર્વજ્ઞદેવને ઇચ્છા વિના જ ૩ૐધ્વનિ નીકળે છે. અહાહા....! .. ઉૐ....ૐ એમ દિવ્યધ્વનિ છૂટે છે. આવે છે ને કે
મુખ 3ૐકાર ધુનિ સુનિ, અર્થ ગણધર વિચારી
રચિ આગમ ઉપદેશ, ભવિક જીવ સંશય નિવારે.' અહાહા....! ભગવાનની વાણી આપણા જેવી ક્રમવાળી ન હોય, સર્વાગેથી હુરતી તે નિરક્ષરી હોય છે. અહા ! આવી પરમાત્માની શ્રી સીમંધરનાથની વાણી વિદેહમાંથી અહીં ભરતક્ષેત્રમાં આવી છે. અહા ! તે વાણીમાં એમ આવ્યું છે કે જે શુદ્ધજ્ઞાનપરિણત જીવ છે તે બંધ અને મોક્ષને જાણે છે બસ, અહાહા...! અંતરમાં સ્વસ્વરૂપના આશ્રયે ધર્મ પ્રગટ થયો છે તે ધર્મપરિણત જીવ જે રાગ આવે તેને ય જાણે અને જે રાગ ટળે તેનેય જાણે છે, પણ રાગને કરેય નહિ અને રાગને ટાળેય નહિ. અહા ! જેને અંદર જ્ઞાનચક્ષુ પ્રગટ થયું છે તે સમકિતી ધર્મી પુરુષ આવો હોય છે.
હવે કહે છે-“માત્ર બંધ-મોક્ષને નહિ, ‘મુવ f મ્બરે વેવ' શુભ-અશુભરૂપ કર્મોદયને તથા રવિપાક-અવિપાકરૂપ ને સકામ-અકામરૂપ બે પ્રકારની નિર્જરાને પણ જાણે છે.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com