________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૯૧
સમયસાર ગાથા ૩ર૦ ] ક્રિયા-શુદ્ધભાવનાપરિણતિ, તે રૂપ પણ નથી. માટે એમ જાણવામાં આવે છે કે શુદ્ધપારિણામિકભાવ ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. શા માટે? કારણ કે ધ્યાન વિનશ્વર છે. (અને શુદ્ધપારિણામિકભાવ તો અવિનાશી છે). શ્રી યોગીન્દ્રદેવે પણ કહ્યું છે કે “ વિ उपज्जइ ण वि मरइ बंधु ण मोक्खु करेइ। जिउ परमत्थे जोइया जिणवर एउ મળેટ્ટા' (અર્થાત્ હે યોગી ! પરમાર્થે જીવ ઊપજતો પણ નથી, મરતો પણ નથી અને બંધ-મોક્ષ કરતો નથી-એમ શ્રી જિનવર કહે છે.)
વળી તે સ્પષ્ટ કરવામાં આવે છે:- વિવક્ષિત એકદેશશુદ્ધનયાશ્રિત આ ભાવના (અર્થાત્ કહેવા ધારેલી આંશિક શુદ્ધિરૂપ આ પરિણતિ) નિર્વિકાર-સ્વસંવેદનલક્ષણ ક્ષાયોપથમિકજ્ઞાનરૂપ હોવાથી જો કે એકદેશ વ્યક્તિરૂપ છે તોપણ ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે “જે સકલનિરાવરણ-અખંડ-એક-પ્રત્યક્ષપ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધપરિણામિકપરમભાવલક્ષણનિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું” , પરંતુ એમ ભાવતો નથી કે “ખંડજ્ઞાનરૂપ હું છું.” –આમ ભાવાર્થ છે.
આ વ્યાખ્યાન પરસ્પર સાપેક્ષ એવાં આગમ-અધ્યાત્મના તેમ જ નયદ્રયના (દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયના) અભિપ્રાયના અવિરોધપૂર્વક જ કહેવામાં આવ્યું હોવાથી સિદ્ધ છે. (-નિબંધ છે) એમ વિવેકીઓએ જાણવું.
(અનુવાદકઃ પં. શ્રી હિંમતલાલ જે. શાહ)
શ્રી સમયસાર ગાથા ૩૨૦: મથાળું
( તાત્પર્યવૃત્તિ ટીકા) એ જ અકર્તુત્વભોકતૃત્વભાવને વિશેષપણે દઢ કરે છે:ગાથા ૩૨૦: શ્રી જયસેનાચાર્યકૃત તાત્પર્યવૃત્તિ ટીકા ઉપરનું પ્રવચન
[ વિઠ્ઠી સાં પ ના કાર્ય મવેવાં જેવ] જેવી રીતે નેત્ર- કર્તા, દેશ્ય એવી અગ્નિરૂપ વસ્તુને, સંધૂક્ષણ (સંધૂકણ) કરનાર પુરુષની માફક, કરતું નથી અને, તપેલા લોખંડના પિંડની માફક, અનુભવરૂપે વેદતું નથી; તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ અથવા અભેદથી શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ પોતે શુદ્ધ-ઉપાદાનરૂપે કરતો નથી અને વેદતો નથી. અથવા પાઠાન્તર: [ વિઠ્ઠી વયે 9િ [] -તેનું વ્યાખ્યાન: માત્ર દષ્ટિ જ નહિ પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમ જ અવેદક પણ છે. તેવો હોતો થકો (શુદ્ધજ્ઞાનપરિણત જીવ ) શું કરે છે ? [ ના?િ –વંધ-મોવું] – જાણે છે. કોને ? બંધ- મોક્ષને. માત્ર બંધ મોક્ષને નહિ, [ મુવયં નિરં વેવ ] શુભ-અશુભરૂપ કર્મોદયને તથા સવિપાક-અવિપાકરૂપ ને સકામ-અકામરૂપ બે પ્રકારની નિર્જરાને પણ
જાણે છે. ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com