SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩૧૯ ण वि कुव्वइ ण वि वेयइ णाणी कम्माइं बहुपयाराई। जाणइ पुण कम्मफलं बंधं पुण्णं च पावं च।। ३१९ ।। नापि करोति नापि वेदयते ज्ञानी कर्माणि बहुप्रकाराणि। जानाति पुनः कर्मफलं बन्धं पुण्यं च पापं च।। ३१९ ।। હવે આ જ અર્થને ફરી દઢ કરે છે: કરતો નથી, નથી વેદતો જ્ઞાની કરમ બહુવિધને, બસ જાણતો એ બંધ તેમ જ કર્મફળ શુભ-અશુભને. ૩૧૯ ગાથાર્થ - [જ્ઞાન] જ્ઞાની [વરુપ્રવIRાળિ] બહુ પ્રકારનાં [ ] કર્મોને [ ન ગપિ રોતિ] કરતો પણ નથી, [ન પિ વેયd] વેદતો (ભોગવતો) પણ નથી; [પુનઃ] પરંતુ [ પુર્વે ૨ પાપ ] પુણ્ય અને પાપરૂપ [ N] કર્મબંધને [ ફર્મ ] તથા કર્મફળને [ નાનાતિ] જાણે છે. ટીકા- કર્મચેતના રહિત હોવાને લીધે પોતે અકર્તા હોવાથી, અને કર્મફળ-ચેતના રહિત હોવાને લીધે પોતે અવેદક (–અભોક્તા) હોવાથી, જ્ઞાની કર્મને કરતો નથી તેમ જ વેદતો (-ભોગવતો) નથી; પરંતુ જ્ઞાનચેતનામય હોવાને લીધે કેવળ જ્ઞાતા જ હોવાથી, શુભ અથવા અશુભ કર્મબંધને તથા કર્મફળને કેવળ જાણે જ છે. સમયસાર ગાથા ૩૧૯: મથાળું હવે આ જ અર્થને ફરી દઢ કરે છે: * ગાથા ૩૧૯ : ટીકા ઉપરનું પ્રવચન * કર્મચેતના રહિત હોવાને લીધે પોતે અકર્તા હોવાથી, અને કર્મફળચેતના રહિત હોવાને લીધે પોતે અવેદક (અભોક્તા) હોવાથી, જ્ઞાની કર્મને કરતો નથી તેમ જ વેદતો (–ભોગવતો) નથી; પરંતુ જ્ઞાનચેતનામય હોવાને લીધે કેવળ જ્ઞાતા જ હોવાથી, શુભ અથવા અશુભ કર્મબંધને તથા કર્મફળને કેવળ જાણે જ છે.' જેમાં રાગનું ચેતવું થાય છે, જ્ઞાનનું ચેતવું નથી તે કર્મચેતના છે. આ હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિ અશુભરાગ ને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભરાગનું જે ચેતવું છે તે કર્મચેતના છે. એક વાર સાંભળ ભાઈ ! અહીં કહે છે-જ્ઞાની કર્મ-ચેતના રહિત છે અને તેથી અકર્તા છે. શું કીધું? કે આત્મા જ્ઞાનનો સાગર પ્રભુ છે. તેનો જેને અંતરમાં અનુભવ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008290
Book TitlePravachana Ratnakar 09
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages443
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy