________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૬૪ ]
[પ્રવચન રત્નાકર ભાગ-૮
માન્યતા કહે છે, મિથ્યાત્વભાવ છે. ભાઈ! ૫૨ જીવની પર્યાયને કોણ ઉત્પન્ન કરે? એને કોણ ટકાવે ? એનો કોણ વ્યય કરે? ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ તો દ્રવ્યનો પોતાનો સ્વભાવ જ છે. તો પછી ૫૨નું જીવન-મરણ કોણ કરી શકે?
જુઓ, મુનિરાજ પંચમહાવ્રતધારી હોય છે. તેમાં એક અહિંસામહાવ્રત છે. હવે ત્યાં અહિંસાનો-૫૨ જીવોની રક્ષાનો જે વિકલ્પ આવે છે તેમાં જો કોઈ એમ માને કે હું પરની દયા કરી શકું છું, છકાયના જીવોની રક્ષા કરવી મારું કર્તવ્ય છે તો, અહીં કહે છે, તે મિથ્યાત્વભાવ છે. બહુ આકરી વાત, બાપા! પણ આ સત્ય છે. જ્ઞાનીને, પોતાના સ્વરૂપમાં સ્થિર ન હોય ત્યારે, પ્રમાદવશ અસ્થિરતાના કા૨ણે ૫૨ જીવની રક્ષાનો વિકલ્પ આવે છે એ જાદી વાત છે; પણ તે કાંઈ એ વિકલ્પને પોતાનું કર્તવ્ય માનતા નથી, વિકલ્પના તે કર્તા થતા નથી; પછી ૫૨ જીવના જીવનના કર્તાપણાની તો વાત જ ક્યાં રહી ? ૫૨ જીવનું જીવન છે તે તેની તે કાળે ઉપાદાન-યોગ્યતાથી છે, પોતે તો તેમાં નિમિત્તમાત્ર છે-આવું જ્ઞાની યથાર્થ જાણે છે.
પ્રશ્ન:- પણ નિમિત્ત તો થવું ને?
ઉત્તર:- (નિમિત્ત ) થવાનો પ્રશ્ન જ ક્યાં છે? જ્યારે ઉપાદાન-યોગ્યતાથી એની પર્યાય એનામાં થાય છે ત્યારે આને એવો જ વિકલ્પ હોય છે અને ત્યારે તેને નિમિત્ત કહેવામાં આવે છે, બન્નેનો-એના જીવનનો ( જીવવાનો ) અને આના વિકલ્પનો સમકાળ–છે, એક જ કાળ છે. જ્યારે તે જીવનું આયુષ્ય છે તે જ કાળે આને વિકલ્પ આવ્યો છે; પણ એમ તો નથી કે એ વિકલ્પથી સામો જીવ જીવે છે. તેથી નિમિત્ત થવાની ચેષ્ટા કરવી એ તો કર્તાપણાની માન્યતા રૂપ અજ્ઞાન જ છે.
અહા ! શૈલી તો જીઓ આચાર્યની ! અહા ! સતનું શરણ કોને કહીએ ? ‘કેવલીપણાં ધમ્મ શરણં પવ્વજ્જામિ ’–ભગવાન કેવળીએ કહેલો ધર્મ શણ છે. તે ધર્મ કોને કહીએ ? કે રાગરહિત વીતરાગ પરિણતિની-નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનીઉત્પત્તિ થવી તે ધર્મ છે અને તે જ અહિંસા ૫૨મ ધર્મ છે. આ સિવાય કોઈ પ૨ જીવની દયાના વિકલ્પને-રાગને વાસ્તવિક અહિંસાધર્મ માને તો તે મિથ્યાદષ્ટિ છે. આકરી વાત પ્રભુ ! પણ આ વસ્તુસ્વરૂપ છે.
પરની દયાનો વિકલ્પ-રાગ આવે ત્યાં અજ્ઞાની તે વિકલ્પનો કર્તા થાય છે. એટલે ૫૨ની ક્રિયાનો હું નિમિત્તપણે કર્તા છું એમ તે માને છે. શાસ્ત્ર ભણ્યો હોય એટલે ઉપાદાનપણે તો હું કાંઈ ન કરી શકું એમ કહે પણ નિમિત્તપણે તો બીજાના જીવનનો કર્તા છું એમ તે માને છે. તેથી નિમિત્ત તો થવું ને!–એમ નિમિત્ત થવાની ચેષ્ટા કરે છે. અહા! ૫૨ જીવના જીવનનો જે નિમિત્તકર્તા થાય તે અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે. અહા! હું પરને જીવાડું છું ને ૫૨ મને જીવાડે છે એવો અધ્યવસાય જેને છે તે મિથ્યાદષ્ટિ છે, દીર્ઘસંસારી છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com