________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૪૨ થી ૨૪૬ ]
[ ૪૭ સર્વજ્ઞદેવે જાણ્યો, અનુભવ્યો ને કહ્યો તેની જેને અંતદષ્ટિ થઇ તે ધર્મી જીવ ધર્મપરિણતિને-વીતરાગપરિણતિને કરે પણ રાગાદિપરિણતિને ન કરે તે પરદ્રવ્યની પરિણતિને કરે એ તો પ્રશ્ન જ નથી.
આમાંથી કોઈ એમ અર્થ કાઢે કે કર્મ આત્મામાં છે ને કર્મને લઇને જીવને વિકાર થાય છે તો એમ નથી. ભાઈ ! જે વિકાર થાય છે તે પોતાની પર્યાયમાં પોતાના જ અપરાધથી થાય છે. કર્મ નિમિત્ત હો, પણ વિકાર પોતાનો જ અપરાધ છે, ધર્મીની દષ્ટિ વિકાર ઉપર નથી પણ શુદ્ધ ચૈતન્યસ્વભાવ ઉપર છે. તેથી તે વિકારનો કર્તા નથી એમ વાત છે. વીતરાગનો મારગ બહુ ઝીણો બાપા! દુનિયા સાથે મેળ ખાય નહિ ને વિરોધ ઊભો થાય. પણ શું થાય?
ભાઈ ! તું આત્મા છો ને! શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ તું આનંદનું ધામ છો ને! ભાઈ ! તું એમાં જા ને, એમાં જ સ્થિતિ કરીને રહે ને. તેથી તને નિરાકુલ આનંદ થશે અને કરવાનો બોજો રહેશે નહિ.
કરવું તે તો કર્મરાગ છે. કર્મરાગ એટલે રાગાદિ ક્રિયા કરવાની રુચિ. શું કહ્યું? કે રાગાદિ ક્રિયાની રુચિ-પ્રેમ તે કર્મરાગ છે. તે કર્મરાગને ભગવાન ગણધરદેવોએ, મુનિવરોએ અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે. રાગની રુચિ વા ઉપયોગમાં રાગનું એકત્વ કરવું તે અજ્ઞાનમય અધ્યવસાય છે.
અહાહા...! ભગવાન આત્મા ચિદાનંદઘનપ્રભુ એક જાણગ-જાણગ-જાણગ સ્વભાવમય છે; અને રાગ છે તે અજ્ઞાનમય છે કેમકે તેમાં જ્ઞાનનો અંશ નથી. માટે કર્મરાગને અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે. રાગના કર્તાપણાનો અધ્યવસાય અજ્ઞાનમય અધ્યવસાય છે અને તે જ મિથ્યાદર્શનરૂપ મહાપાપ ને મહીં અહિત છે.
અરે! અનંતકાળમાં એણે સત્ય શું છે એ જાણવાની દરકાર ન કરી અને બહારના બધા ભપકામાં ચમકદમકમાં મુંઝાય ગયો! એ ભપકા તો એકકોર રહ્યા; અહીં કહે છેભગવાન! અંદરમાં જે રાગ થાય તેનો તું કર્તા થાય એ તારું મહા અહિત છે; મહા અહિત છે એટલે કે એના ગર્ભમાં અનંતા જન્મ-મરણનાં દુઃખ પડેલાં છે. સમજાણું કાં..?
અહાહા....! પોતે એક જ્ઞાન ને આનંદસ્વરૂપ છે. આઠ વર્ષની બાલિકા હોય પણ પોતાના સહજ પરમાત્મસ્વરૂપની દષ્ટિ થઇને સમ્યગ્દર્શન પામે ત્યારે, રાગ તો હજુ છે ને તેથી લગ્ન કરે તોય, તેને કર્મરાગ નથી; એ રાગમાં એકત્વબુદ્ધિ નથી. જુઓ, ત્રણ જ્ઞાનના સ્વામી શ્રી શાન્તિનાથ, શ્રી કુંથુનાથ અને શ્રી અરનાથ ત્રણેય તીર્થકર હતા, ચક્રવર્તી હતા અને કામદેવ પુરુષ હતા. શું તેમના શરીરનું સૌંદર્ય ! અહો ! છ ખંડમાં કયાંય જોવા ન મળે તેવું તેમનું અદ્ભુત રૂપ હતું. એમને છ—
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com