________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩/૬-૩૦૭ ]
[ પ૩૧ પામી ગયું છે ને? અહાહા...! “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં”—અર્થાત મોક્ષદશા પ્રગટી તે અનંત સુખની દશા એવા જ અનંતકાળ રહેવાની છે.અહા! આવી અક્ષય મોક્ષદશા છે.
અહા ! આવી મોક્ષદશાને અનુભવતું” “નિત્ય-ઉદ્યોત–સ્કૃતિ–સમેન–અવસ્થમ્' નિત્ય ઉધોતવાળી સહજ અવસ્થા જેની ખીલી નીકળી છે એવું,....
જોયું? મોક્ષને એટલે કે અનંત આનંદને અનુભવતું, જેમ ફૂલની કળી સર્વ પાંખડીએ ખીલી નીકળે તેમ, આત્માનું જ્ઞાન ને દર્શન પૂર્ણ ખીલી નીકળ્યું. અહા! તે પૂરણ જ્ઞાન-દર્શનની દશા સહજ એટલે સ્વાભાવિક અને નિત્ય ઉધોતરૂપ છે; અર્થાત્ જેનો પ્રકાશ નિત્ય છે એવી છે. અહાહા...! કેવળદર્શન ને કેવળજ્ઞાન જે અંતરમાં સ્વભાવમાં ત્રિકાળ શક્તિપણે હતાં તે વર્તમાન વ્યક્ત થયાં-ખીલી નીકળ્યાં; હવે તે, કહે છે, નિત્ય ઉધોતરૂપ સમજાય છે કાંઈ....?
અજ્ઞાનીઓ આત્મા, આત્મા એમ કહે છે, પરંતુ આત્માના સામા સ્વરૂપની તેમને ખબર નથી. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે જેવો આત્મા જોયો ને કહ્યો છે તે પૂરણ જ્ઞાન ને આનંદથી ભરેલો પદાર્થ છે. તેનો અનુભવ કરી તેમાં એકાગ્ર થતાં પર્યાયમાં પૂરણ જ્ઞાન ને આનંદ ખીલી નીકળે છે. અહા! જેને કેવલજ્ઞાન, કેવળદર્શન પ્રગટ થયું તેને તે નિત્ય ઉદ્યોતરૂપ છે.
વળી તે ‘કાન્ત–શુદ્ધિમ્' એકાન્ત શુદ્ધ છે. શુદ્ધ, શુદ્ધ, શુદ્ધ એવું કર્મના મેલથી રહિત અત્યંત શુદ્ધ છે.
અને ' વાવાર–સ્વ-ભરત: અત્યન્ત–મીર–ધીરમ્' એકાકાર નિજરસની અતિશયતાથી જે અત્યંત ગંભીર અને ધીર છે એવું...
જુઓ, સંસારદશામાં-અલ્પજ્ઞદશામાં જ્ઞાનની દશા એકાકાર-એકરૂપ ન હતી, અનેકરૂપ થતી હતી તે પરમાત્મદશામાં સર્વજ્ઞતા પ્રગટતાં એકાકાર પ્રગટ થઈ; એકાકાર એટલે એક જ્ઞાનમાત્ર આકાર-સ્વરૂપે પરિણમી ગઈ. રાગાદિનો સર્વથા નાશ થતાં જ્ઞાનની દશા એકાકાર-એકરૂપે પ્રગટ થઈ.
અહાહા...! કહે છે-એકાકાર નિજરસ અતિશયતથી જે અત્યંત ગંભીર અને ધીર છે એવું, ‘તત્ પૂર્ણ જ્ઞાન' આ પૂર્ણ જ્ઞાન વનિતમ્' જળહળી ઉઠયું.
શું કહે છે? કે આત્માનો જે નિજરસ ચૈતન્યરસ-આનંદરસ –વીતરાગરસ છે તેની અતિશયતા-વિશેષતા કેવલજ્ઞાન ને મોક્ષદશા થતાં પ્રગટ થઈ ગઈ. અહાહા..! સિદ્ધ દશા આવી નિજરસની ચૈતન્યરસની અતિશયતાથી અત્યંત ગંભીર છે. છદ્મસ્થને તેની ગંભીરતાનો પાર પામવો મુશ્કેલ છે. અહા ! સર્વજ્ઞ અને સર્વદર્શી પરમાત્માની જ્ઞાનના દશાના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com