________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૬–૩૦૭ ]
[ ૫૧૧
સમુદ્રમાં ક્યાંય ખોવાઈ જશે; તેને આત્મા હાથ નહિ આવે. અને જેમ સોયને દોરો પરોવેલો હોય તો તે ખોવાઈ હશે તોપણ જડશે તેમ જેણે આત્માને રાગથી ભિન્ન જાણી સમકિત પ્રગટ કર્યું હશે તે નબળાઈના રાગને કારણે કદાચિત્ અલ્પ ભવ ક૨શે તોપણ તે અંતે મોક્ષને પામશે જ.
આ શાસ્ત્રમાં જ આગળ કહેશે કે- (ગાથા ૩૮૩)
कम्मं जं पुव्वकयं सुहासुहमणेयवित्थरविसेसं । तत्तोणियत्तदे अप्पयं तु जो सो पडिक्कमण ।।
અર્થ:- અનેક પ્રકારનાં વિસ્તારવાળા જે પૂર્વે કરેલાં શુભાશુભ કર્મ છે તેમનાથી જે પોતાના આત્માને નિવર્તાવે છે તે આત્મા પ્રતિક્રમણ છે. ઈત્યાદિ.
* ગાથા ૩૦૬ - ૩૦૭ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘ વ્યવહારનયાવલંબીએ કહ્યું હતું કે-“લાગેલા દોષોનું પ્રતિક્રમણ આદિ કરવાથી જ આત્મા શુદ્ધ થાય છે, તો પછી પ્રથમથી જ શુદ્ધ આત્માના આલંબનનો ખેદ કરવાનું શું પ્રયોજન છે? શુદ્ધ થયા પછી તેનું આલંબન થશે; પહેલેથી જ આલંબનનો ખેદ નિષ્ફળ છે. ”
જુઓ આ વ્યવહારના-રાગના પક્ષવાળાની દલીલ ! શું કહે છે? લાગેલા દોષોનો પ્રતિક્રમણાદિ શુભભાવથી નાશ થઈ જાય છે ને આત્મા શુદ્ધ થાય છે. તો પહેલેથી જ શુદ્ધની દષ્ટિ કરો, શુદ્ધનો અનુભવ કરો-એમ શુદ્ઘના આલંબનનો ખેદ શું કામ કરાવો છો ? શુભથી આત્મા પવિત્ર થઈ જશે અને પછી (નિરાંતે ) શુદ્ધનું આલંબન થશે. પહેલેથી જ શુદ્ધના આલંબનનો ખેદ કરવો નકામો છે. લ્યો, આ પ્રમાણે શુભભાવ કરવાથી ( આત્મા ) શુદ્ધ થશે એમ આ વ્યવહારના પક્ષવાળાની દલીલ છે.
તેને આચાર્ય સમજાવે છે કે
‘જે દ્રવ્યપ્રતિક્રમણાદિક છે તે દોષનાં મટાડનારાં છે, તોપણ શુદ્ધ આત્માનું સ્વરૂપ કે જે પ્રતિક્રમણાદિથી રહિત છે તેના આલંબન વિના તો દ્રવ્યપ્રતિક્રમણાદિક દોષસ્વરૂપ જ છે, દોષ મટાડવાને સમર્થ નથી;...'
જુઓ, શું કહે છે? આનંદનો નાથ એવો જે પોતાનો આત્મા એની દૃષ્ટિ વિના વ્યવહા૨ ક્રિયાકાંડ બધો દોષરૂપ જ છે. અહા ! દયા, દાન, વ્રત, ભક્તિ, પ્રતિક્રમણ આદિ જેને લોકો ધર્મ માની બેઠા છે તે બધાય શુભભાવો અંત૨-અનુભવ વિના ૫૨માર્થે પાપ જ છે. બહુ આકરી વાત ભાઈ! પુણ્યપાપથી રહિત હું ચિદાનંદકંદ પ્રભુ આત્મા છું–એમ સ્વાનુભવ વિના બધો શુભરાગ એકલો ઝેર ને દુઃખ છે. અરે! ભગવાન! આત્માના ભાન વિના એવી ક્રિયાઓ તો તે અનંતવા૨ કરી છે; પણ જે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com