________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates [ ૫૦૫
સમયસાર ગાથા ૩૦૬–૩૦૭ ]
હવે કહે છે– ‘જે અપ્રતિક્રમણાદિરૂપ ત્રીજી ભૂમિ છે તે, સ્વયં શુદ્ધાત્માની સિદ્ધિરૂપ હોવાને લીધે સર્વ અપરાધરૂપી વિષના દોષોને સર્વથા નષ્ટ કરનારી હોવાથી, સાક્ષાત્ સ્વયં અમૃતકુંભ છે અને એ રીતે (તે ત્રીજી ભૂમિ ) વ્યવહારથી દ્રવ્ય પ્રતિક્રમણાદિને પણ અમૃતકુંભપણું સાધે છે.’
અહા! બધી એક સમયની પર્યાયમાં રમત છે. જ્યારે એને એક સમયની પર્યાયની પાછળ વિરાજેલા પરમાનંદમય ભગવાન આત્માની દષ્ટિ થાય છે ત્યારે તેને શુદ્ધાત્માની સિદ્ધિ થતાં ત્રીજી ભૂમિકા પ્રગટ થાય છે. અહા! આ ત્રીજી ભૂમિ સર્વ દોષોને નાશ કરવામાં સમર્થ હોવાથી સાક્ષાત્ અમૃતકુંભ છે અને તે હોતાં-તેના સદ્દભાવમાં દ્રવ્યપ્રતિક્રમણાદિને વ્યવહારે અમૃતકુંભપણું છે, તેના અભાવમાં નહિ.
ભાઈ! તારી ચીજ અંદર કેટલી મહિમાવંત છે તેની તને ખબર નથી. અહાહા... ! ભગવાન! તું અંદર પૂરણ આનંદ-અમૃતનો સાગર છો. પ્રત્યેક આત્મા આવો હોં. ભાઈ! આ તો જિનેશ્વરદેવે કહેલી વાત છે. તેં જિજ્ઞાસાથી તારી વાત કદી સાંભળી નથી! શું થાય ? આખી જિંદગી બૈરાં-છોકરાંની આળપંપાળમાં ને ધંધા-વેપારમાં-એકલા પાપના ભાવમાં ચાલી જાય છે. એમાં વળી માંડ સમય મળે તો આવું સાંભળી આવે કે–વ્રત કરો, ઉપવાસ કરો જાત્રા કરો, –અને તમારું કલ્યાણ થઈ જશે. પણ અહીં કહે છે-જેટલું ૫૨દ્રવ્ય ઉપર લક્ષ જાય છે એ બધો રાગ છે, ઝેર છે. સમોસરણમાં સાક્ષાત્ ભગવાન બિરાજતા હોય એમના લક્ષે તું સ્તુતિ, ભક્તિ, પૂજા ઈત્યાદિ શુભભાવ કરે એ શુભભાવ ઝેર છે. હવે આવી સત્ય વાત સાંભળવા મળે નહિ તે બિચારા શું કરે ?
મોટા અબજોપતિ હોય તોય બિચારા ?
હા, જેને અંદર પોતાની સ્વરૂપલક્ષ્મી-અનંત અનંત જ્ઞાનાનંદલક્ષ્મીની ખબર નથી તેઓ મોટા અબજોપતિ હોય તોય બિચારા છે. શાસ્ત્રમાં તેમને ‘વાકાઃ' એટલે રાંકાભિખારી કહ્યા છે. જેમ સાકર એકલી મીઠાશનો પિંડ છે તેમ ભગવાન આત્મા પૂરણ એક જ્ઞાનાનંદનો પિંડ છે. અહા ! આવા પોતાના સ્વરૂપની દૃષ્ટિ કર્યા વિના ત્રણકાળમાં કોઈ ને ધર્મ થતો નથી, સુખ થતું નથી.
અરે! ૮૪ લાખના અવતાર કરી કરીને તું મરી ગયો છો. આ રસ્તામાં ખટારા નીચે ચગદાઈને ઉંદર, નોળ આદિ મરી ગયેલા જોવામાં આવે છે ને? ભાઈ ! આવા અવતા તે અનંત અનંત વાર કર્યા છે. શું થાય? બાપુ! આ શરીર છે એ જડ માટી-ધૂળ છે; આ મળ્યું છે એ છૂટી જશે, વળી બીજું મળશે. આત્માના ભાન વિના એમ અનંત શરીર મળ્યાં છે. એમેય નથી કે તેં ક્રિયાકાંડ નથી કર્યાં. હજારો રાણીઓ છોડી, જૈનનો સાધુ થઈ મહાવ્રતાદિની ક્રિયાઓ પણ તે અનંતવાર કરી છે અને એના ફળમાં અનંતવાર ત્રૈવેયકમાં ઉપજ્યો છે. પણ બાપુ! એ બધો શુભરાગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com