________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૦૪-૩૦૫ ]
[ ૪૯૩ अप्पडिकमणमप्पडिसरणं अप्पडिहारो अधारणा चेव। अणियत्ती य अणिंदागरहासोही य विसकुंभो।। १।। पडिकमणं पडिसरणं परिहारा धारणा णियत्ती य।।
णिंदा गरहा सोही अट्ठविहो अभयकुंभो दु।। २।। અર્થ- અપ્રતિક્રમણ, અપ્રતિસરણ, અપરિહાર, અધારણા, અનિવૃત્તિ, અનિંદા, અગહ ને અશુદ્ધિ-એ (આઠ પ્રકારનો) વિષકુંભ અર્થાત્ ઝેરનો ઘડો છે. ૧.
પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ, નિંદા, ગહ અને શુદ્ધિ-એ આઠ પ્રકારનો અમૃતકુંભ છે.
પ્રતિક્રમણ - પૂર્વે કરેલા દોષનું-પાપનું નિરાકરણ કરવું-એવો જે શુભભાવ છે તે પ્રતિક્રમણ છે. નિશ્ચયના અનુભવનારને-ધર્મી પુરુષને આવું પ્રતિક્રમણ હોય છે અને તેને શાસ્ત્રમાં ઉપચારથી અમૃત કહેલું છે. અહા ! તેનો પક્ષ લઈ ને અહીં અજ્ઞાની કહે છે કેતમે તો આત્મા ત્રિકાળ શુદ્ધ છે, તે એકની શુદ્ધની શ્રદ્ધા કરો અને શુદ્ધની જ સેવા કરો એમ અંદર લઈ જાઓ છો પણ આ પ્રતિક્રમણાદિ શુભભાવ છે તે પાપને અશુભને ટાળે છે; માટે પહેલાં એ તો કરવા દો.
તેને કહીએ છીએ-ભાઈ ! શુભરાગરૂપ પ્રતિક્રમણ જે જ્ઞાનીને હોય છે. તે વાસ્તવમાં તો ઝેર જ છે. એ તો ઉપચારથી એને અમૃત કહ્યું છે. અને અજ્ઞાનીને તો એ ઉપચારેય ક્યાં છે? એને તો એ એકલું ઝેર જ છે.
પ્રતિસરણ- સમ્યકત્વાદિ ગુણોમાં પ્રેરણા તે શુભરાગરૂપ પ્રતિસરણ છે. હું એક શદ્ધ ચિન્માત્ર છે—એમ અનભવ કરવો-ઈત્યાદિ વિકલ્પ ધર્મીને આવે છે તે પ્રતિસરણ છે. જ્ઞાનીના આવા વિકલ્પને ઉપચારથી અમૃત કહેલ છે. નિશ્ચયથી તે છે તો ઝેર, પણ નિર્મળ અમૃતરૂપ પરિણતિનો સહચર જાણી તેને ઉપચારથી અમૃત કહેવામાં આવેલ છે. માટે તેને વાસ્તવમાં ધર્મ-અમૃત ન જાણવું. અજ્ઞાનીને તો એનો મિથ્યા પક્ષ થઈ ગયો છે.
પરિહાર- મિથ્યાત્વ અને રાગ-દ્વેષ આદિ દોષોનું નિવારણ કરવું. એવો જે શુભભાવ તે પરિહાર છે. ધર્મીના આવા શુભભાવને આરોપ આપીને અમૃતકુંભ કહ્યો છે. તેનો પક્ષ લઈને આ (વ્યવહારાવલંબી) કહે છે કે-શાસ્ત્રમાં અમૃતકુંભ કહ્યો છે. વાસ્તવમાં તો શુભ-ઉપયોગ ઝેર જ છે.
ધારણા- ણમો અરિહંતાણે, ણમો સિદ્ધાણે, ણમો આઈરિયાણું, ણમો ઉવજઝાયાણં, સમો લોએ સવ્વસાહૂણં-એમ પંચપરમેષ્ઠીનું સ્મરણ કરવું એ શુભભાવ ધારણા છે. પંચનમસ્કાર આદિ મંત્ર, ૩ૐ આદિ મંત્રો – એમ મિત્રો ઘણા છે ને? એનું ચિંત્વન આદિ શુભરાગ ધર્મીને હોય છે. તેને શાસ્ત્રમાં ઉપચારથી અમૃતકુંભ કહ્યો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com