________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૪-૩૦૫ ]
[ ૪૯૧
શું કીધું? સાપરાધ એટલે શુદ્ધ એક નિત્યાનંદ-ચિદાનંદ પ્રભુ આત્માને છોડીને જે પુણ્ય-પાપના ભાવને પોતાના માને છે અને એનાથી પોતાને લાભ માને છે એવો આત્મા અનંત અનંત પુદ્દગલપ૨માણુમય કર્મોથી બંધાય છે. અહા! જે ચીજ પોતાની નથી તેને પોતાની માને તે પ્રાણી ચોર છે, અપરાધી છે. તે નિયમથી કર્મો વડે બંધાય છે.
પરંતુ નિરપરાધ એટલે રાગરહિત જે જ્ઞાનાનંદમય પોતાની ચીજ તેની દૃષ્ટિ કરી તેમાં જ જે જીવ ૨મે છે તેને કદાપિ બંધન થતું નથી. અહાહા! અશુદ્ઘ ઉપયોગરૂપ પુણ્યપાપના ભાવથી રહિત જે શુદ્ધ ઉપયોગી છે તે આત્મા નિરપરાધી છે. એને બંધનનો કદી સ્પર્શ નથી. ધર્મી જીવ પોતાની જ્ઞાનાનંદસ્વરૂપ શુદ્ધ ચૈતન્યસત્તાને સ્પર્શે છે, અનુભવે છે; પણ બંધનને એટલે કે જે રાગભાવ આવે છે તેને સ્પર્શતો નથી.
‘ઝયમ ’ જે સાપરાધ આત્મા છે તો ‘નિયતમ’ નિયમથી ‘સ્વમ અશુદ્ધ મનન્' પોતાને અશુદ્ધ સેવતો થકો ‘સાપરાધ:' સાપરાધ છે; ‘નિરપરાધ: ' નિ૨૫૨ાધ આત્મા તો ‘સાધુ’ ભલી રીતે ‘શુદ્ધાત્મસેવી મવત્તિ' શુદ્ધ આત્માનો સેવનાર હોય છે.
જુઓ, દયા, દાન, પુજા, ભક્તિ ઈત્યાદિ શુભરાગની સેવના છે તે અશુભની જેમ જ અશુદ્ધની સેવના છે. અહા! આ રીતે પોતાને અશુદ્ધ સેવતો થકો આત્મા સાપરાધ છે, ગુન્હેગાર છે. જ્યારે જે નિરપરાધ છે તે તો ભલી ભાંતિ જેવું આત્માનું શુદ્ધ એક ચિન્માત્ર સ્વરૂપ છે તેવા સ્વરૂપનો સેવનાર છે. ‘ભલી ભાંતિ’ એટલે જેવી ચીજ શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ છે એવી જ તેને સમીચીનપણે ધર્માત્મા અનુભવે છે. દ્રવ્યદૃષ્ટિ વડે જે શુદ્ધને અનુભવે છે તે નિરપરાધી છે. પોતાની સત્તામાં જ મગ્ન છે તે નિ૨૫ાધી છે.
અહો! સંતોએ અતિ સ્પષ્ટ ઘોષણા કરી છે કે-જે આત્મા પુણ્ય-પાપના અશુદ્ધ ભાવનું સેવન કરે છે તે અપરાધી-ગુન્હેગાર છે, અને તે નિરંતર કર્મથી બંધાય છે. અને જે આત્મા પુણ્ય-પાપથી રહિત શુદ્ધ એક ચૈતન્યના ઉપયોગમય, પૂરણ જ્ઞાન, પૂરણ આનંદ ઈત્યાદિ અનંત શક્તિઓથી ભરેલો, સદા એકરૂપ, ભૂતાર્થ શુદ્ધ ચિદઘન આત્માને ‘સાધુ ’ નામ સમીચીનપણે–જેવી ચીજ છે તેને તે પ્રમાણે જ જાણીને-એની સેવના કરે છે તે નિરપરાધી છે ને તેને બંધન થતું નથી; તે બંધનને-રાગને સ્પર્શતો નથી. આવી વાત છે! સમજાણું કાંઈ... ?
હવે પ્રશ્ન જરા ઉઠયો છે તે ખૂબ શાંતિથી સાંભળવા જેવો છે. અહીં વ્યવહારનયને અવલંબનાર તર્ક કરે છે કેઃ
‘એવો શુદ્ધ આત્માની ઉપાસનાનો પ્રયાસ (મહેનત ) કરવાનું શું કામ છે?'
જુઓ, ખરેખર તો પુણ્ય-પાપરહિત નિજ શુદ્ધ ચૈતન્યરૂપ આત્માની એકની જ
સેવના તે ધર્મ છે, સાધન છે, મોક્ષનો ઉપાય છે. હવે એની સાથે ધર્મી ને જે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com