________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૦૪-૩૦૫ ]
[ ૪૮૯ ત્યાં સુધી, જો કે ધર્મીની દષ્ટિ રાગ પર નથી છતાં ધર્મીને આવ્યા વિના રહેતો નથી. અશુભથી બચવા તે ભાવો તેને હયબુદ્ધિએ આવે છે, છતાં તે છે અપરાધ.
પ્રશ્ન- જો એમ છે તો તેને કેમ કરવો?
ઉત્તર:- ભાઈ ! કરવાની તો વાત જ ક્યાં છે? એ તો અશુભ વંચનાર્થ એવો શુભભાવ તેને આવે છે બસ. (સમકિતી એને કરે છે એમ છે નહિ).
આ નાળિયેર હોય છે ને? એની ઉપરનાં છાલાં તે શ્રીફળ નથી, જે કાચલી છે. તે પણ શ્રીફળ નથી અને અંદર ગોળા ઉપરની જે રાતડ છે તે પણ શ્રીફળ નથી. શ્રીફળ તો અંદર જે મીઠો, સફેદ ગોળો છે તે છે. તેમ આ શરીર છે તે છાલાં છે, અને દ્રવ્યકર્મ છે તે કાચલીના સ્થાને છે તથા શુભાશુભભાવ તે રાતડ છે. એ બધાયથી ભિન્ન અંદર અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો પિંડ છે તે આત્મા છે. અહા! આવા આત્માની આરાધનાસેવા-સાધના તે રાધ છે જેને તે રાધ નથી. તે આત્મા સાપરાધ છે અને જેને તે રાધ છે તે નિરપરાધ છે.
ભાઈ! પરમ મહિમાવંત એવી તારી ચીજની તને ખબર નથી. ભગવાન કહે છેતું પૂરણ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત ગુણથી ભરેલો જ્ઞાનાનંદ-લક્ષ્મીનો ભંડાર છો. અહા ! તારામાં અતીન્દ્રિય જ્ઞાન પૂરણ ભરેલું છે. તારી એક એક જ્ઞાનની પર્યાયનો કોઈ અચિંત્ય અપાર મહિમા છે; ને એવી અનંત પર્યાયોનો પિંડ તું ભગવાન આત્મા છો. અહા ! તારા મહિમાની શી વાત! (ભગવાન કેવળી પણ તે પૂરણ કહી શકે નહિ એવો એનો અપાર મહિમા છે). અહીં કહે છે-એવા અપાર મહિમાવંત આત્મદ્રવ્યનું સેવન કરવું તે રાધ છે. જેને તે રાધ નથી તે સાપરાધ છે, અને જેને તે રાધ છે તે નિરપરાધ છે.
હવે કહે છે- “જે સાપરાધ છે તેને બંધની શંકા થાય છે માટે તે સ્વયં અશુદ્ધ હોવાથી અનારાધક છે; અને જે નિરપરાધ છે તે નિઃશંક થયો થકો પોતાના ઉપયોગમાં લીન હોય છે તેથી તેને બંધની શંકા નથી, માટે “શુદ્ધ આત્મા તે જ હું છું”—એવા નિશ્ચયપૂર્વક વર્તતો થકો સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના એક ભાવરૂપ નિશ્ચય આરાધનાનો આરાધક જ છે.'
જોયું? જે સાપરાધ છે તેને બંધની શંકા થાય છે. માટે તે સ્વયં અશુદ્ધ છે તેથી અનારાધક છે. રાગ-વ્યવહાર છે તે અશુદ્ધ છે. અને તે અશુદ્ધ મારી ચીજ છે એમ જે માને છે તે અશુદ્ધનો આરાધક થાય છે. માટે તે આત્માનો અનારાધક જ છે.
અને જે નિરપરાધ છે તે નિઃશંક છે. તે પોતાના ઉપયોગમાં લીન થાય છે. ધર્મી પોતાના જ્ઞાનદર્શનમય આત્મામાં લીન છે. તેને જે રાગ આવે છે તેને માત્ર તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com