________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૪-૩૦૫ ]
[ ૪૮૩
શચી બન્ને સમોસરણમાં ભગવાનની જે વાણી સાંભળતા હોય તે વાણી કેવી હોય?
બાપુ! આ બીજાની દયા કરો ને દાન કરો ને ઉપવાસ કરો ઈત્યાદિ તો કુંભારેય કહે છે. અને એમાં નવું શું છે? એવું તો એણે અનંત વાર કર્યું છે.
ભાઈ! રાત્રિભોજન કરવું એ મહાપાપ છે કેમકે એમાં ત્રસજીવો સહિત અનેક જીવોની હિંસા થાય છે. વળી તીવ્ર લોલુપતા વિના રાત્રિભોજન હોતું નથી. તે પ્રમાણે લસણ, ડુંગળી, બટાટા આદિ કંદમૂળ કે જેમાં અનંતા નિગોદના જીવ વિધમાન છે તેનું ભોજન કરવું એ પણ મહાપાપ છે. અરે ભાઈ! તને ખબર નથી પણ એ કંદમૂળના અનંતા જીવોમાં તારા પૂર્વના અનેક માતા, પિતા અને સંતાનના જીવ પણ છે. અહા! તેની અંદર તારી પૂર્વની અનંત માતાઓ છે. અહા ! એવા કંદમૂળનું ભક્ષણ શું તને શોભે છે? જરા વિચાર તો કર. અહીં કહે છે-એ સર્વ હિંસાના ભાવ તો અપરાધ અને પાપ છે જ, પણ એની દયા પાળવાનો શુભરાગ જે થાય છે એય પાપ છે, અપરાધ છે, ગુન્હો છે. બહુ આકરી વાત ભગવાન!
અરે ! ૮૪ લાખ યોનિના અવતા૨માં એને કેટકેટલું દુઃખ થયું છે? કોઈએ કહ્યું કેછાપામાં આજ આવ્યું છે કે કોઈનો એકનો એક દીકરો જીપમાંથી ઉઠલી પડયો અને જીપ તેના પર ફરી વળી અને તે છોકરો મરી ગયો. અહા ! એને કેવી પારાવાર વેદના ને કેટલું દુઃખ થયું હશે ? ભાઈ ! પણ એ દુઃખ એને જીપના કારણે થયું છે એમ નથી; પરંતુ એને દેહ અને રાગની જે એકતાબુદ્ધિ છે તેનું એ દુઃખ છે. સંયોગી ચીજ તો એને અડીય નથી. ભગવાન આત્મા શુદ્ધ ચેતનામય અરૂપી ચીજ છે. તે રૂપી ચીજ ને કદી અડે નહિ ને રૂપી ચીજ એને કદી અડે નહિ. એક ચીજ બીજી ચીજ ને કદી અડે નહી એવું જ વસ્તુસ્વરૂપ છે. પણ દેહાદિ ને પુણ્ય-પાપ આદિ જે પરભાવો છે તેની એકત્વબુદ્ધિ અર્થાત્ તે હું છું એવો ભાવ તે દુઃખ છે. અહા! ઘાણીમાં જેમ તલ પીલાય તેમ આત્મા અનાદિથી રાગ-દ્વેષ મોહરૂપ ઘાણીમાં પીલાઈ રહ્યો છે. અહીં કહે છે-તારે આવા દુઃખથી છુટવું હોય તો આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર એકલા આનંદથી ભર્યો છે તેની સિદ્ધિ કર. શુદ્ધ આત્માની સિદ્ધિ એ મોક્ષનું સાધન છે.
અહા! જેમ કોઈ બળુકી બાઈ ગાયના આંચળમાંથી દૂધ દોહીને કાઢે તેમ આચાર્ય અમૃતચંદ્રે ભગવાન કુંદકુંદાચાર્યની ગાથાઓમાં જે ભાવ ભર્યા છે તે દોહી દોહીને બહાર કાઢયા છે. ભાઈ! તું સાંભળ તો ખરો. ભગવાન! તું ત્રણલોકનો નાથ પ્રભુ અંદર અતીન્દ્રિય જ્ઞાન ને આનંદથી પૂરણ ભરેલો પરમેશ્વર છો. અને આ પર્યાયમાં જે શુભાશુભ વૃતિઓ ઉઠે છે તે અપરાધ છે, દુ:ખ છે. માટે તે પરભાવોથી હઠી ઉપયોગને અંતર્મુખ કરી શુદ્ધ આત્માનું-પોતાના પરમેશ્વરનું-જ્ઞાન કર અને દૃષ્ટિને તેમાં જ સ્થિર કરી અંતરરમણતા કર. અહા! શુદ્ધ સ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્વાન ને રમણતા-આચરણ એ જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com