________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૪૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮
જયાં દ્રવ્યદષ્ટિ, અધ્યાત્મની દૃષ્ટિ કરાવવી હોય ત્યાં (શાસ્ત્રમાં) એમ આવે કે પર્યાય દ્રવ્યમાં નથી, અને તેથી પર્યાય દ્રવ્યથી ઉત્પન્ન થતી નથી; પર્યાયનો કર્તા દ્રવ્ય નથી, પર્યાય પર્યાયથી ઉત્પન્ન થાય છે. પરમાત્મપ્રકાશ ગાથા ૬૮માં આવે છે કે-ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ આત્મા જ એક ૫૨માર્થ વસ્તુ છે. તે મોક્ષમાર્ગ આદિ પર્યાયનો કર્તા નથી. જ્યાં શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિ કરાવવી હોય ત્યાં કઠે કે–સાંભળ! તારી અંદર જે નિત્યાનંદ પ્રભુ (વિરાજે) છે એ કદીય પર્યાયને કરતો નથી. આત્મા તો આનંદકંદ સચ્ચિદાનંદ પ્રભુ સ્વભાવે સિદ્ધ સદશ છે. જેમ ભગવાન સિદ્ધમાં રાગદ્વેષ નથી તેમ ભગવાન આત્મામાં (ત્રિકાળી દ્રવ્યમાં ) રાગદ્વેષ નથી, જો એમાં રાગદ્વેષ હોય તો તે કદી ટળી શકે નહિ. લ્યો, આવી વાત છે!
એક કોર કર્તા કહે ને વળી પાછો અકર્તા કહે. અહીં કહે છે-રાગમાં વર્તતો જીવ મિથ્યાદષ્ટિ છે. એ તો એ રાગને પોતાનો માને છે ને? તો રાગમાં વર્તે છે એમ કહ્યું. ભાઈ ! જ્યાં જે અપેક્ષાએ કથન હોય તે યથાર્થ સમજવું જોઈએ. અપેક્ષાથી યથાર્થ સમજે તો વિરોધ ન આવે.
અહીં કહે છે-જે કોઈ જીવ પુણ્ય પરિણામ મારા, તે મેં કર્યા છે અને એ મારું કર્તવ્ય છે એમ માનતો અશુદ્ધતામાં વર્તે છે તે અપરાધી છે. તે અશુદ્ધ વર્તતો થકો પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ એવો અપરાધ કરે છે. જુઓ, અહીં રાગ પરદ્રવ્ય છે એમ કહ્યું છે. ભગવાન આત્માના સ્વરૂપમાં રાગ છે નહિ અને જો તે આત્માના સ્વરૂપમાં હોય તો કદી નાશ પામે નહિ. પણ અરિહંત અને સિદ્ધ પ૨માત્મા જે થાય છે તેમને પર્યાયમાં રાગદ્વેષનો નાશ થાય છે; માટે એ સિદ્ધ થાય છે કે રાગ પોતાની ચીજ નથી, પરદ્રવ્ય છે. માટે જે રાગમાં પોતાપણે વર્તે છે તે અપરાધી છે અને તેને અવશ્ય શંકા થાય છે કે-હું બંધાઉં છું, મને બંધન થાય છે.
અહાહા...! આવો ભગવાનનો મારગ! શું થાય? વસ્તુસ્થિતિ જ આવી છે. ભગવાને કાંઈ કરી છે એમ નથી; એમણે તો જેવી વસ્તુસ્થિતિ છે તેવી જાણી છે અને એવી દિવ્યધ્વનિમાં પ્રગટ કરી છે. અહાહા...! ભગવાન કહે છે-જે કોઈ પણ જીવ પોતાના શુદ્ધ જ્ઞાતા-દષ્ટાસ્વભાવને છોડીને પુણ્ય પરિણામમાં (વ્યવહા૨માં ) પોતાપણે વર્તે છે એ અપરાધી છે અને એને શંકા થાય છે કેહું બંધાઉં છું; અને તે બંધાય જ છે. અહા! ગાથાએ ગાથાએ આ પોકાર છે.
પરંતુ જે શુદ્ધ વર્તતો થકો અપરાધ કરતો નથી તેને બંધનની શંકા થતી નથી. અહાહા...! હું તો જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ એક શુદ્ધ ચિન્માત્ર આત્મા છું એમ અનુભવરૂપ જે વર્તમાન દશામાં વર્તે છે તે અપરાધી, ગુન્હેગાર કે ચોર નથી. પોતાના શુદ્ધ ભગવાન આત્માની અંતર્દષ્ટિ, જ્ઞાન ને રમણતામાં જે વર્તે છે તે અપરાધ કરતો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com