________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૩00 ]
[ ૪૬૯ જ્ઞાનનું ચારિત્ર એટલે વીતરાગી ચારિત્ર; વ્રતાદિ રાગનું આચરણ તે જ્ઞાનનું આચરણ નહિ. કળશ ટીકાકારે “ઉદાર ચિત્તચરિત્ર:' નો એવો અર્થ કર્યો છે કે – સંસારશરીર-ભોગથી રહિત છે મનનો અભિપ્રાય જેમનો. ભાઈ ! ભગવાનનો મારગ તો આ છે બાપા !
“આલાપપદ્ધિત” માં અધ્યાત્મના નિશ્ચય ને વ્યવહાર એમ બે નય લીધા છે. ત્યાં પૂર્ણ શુદ્ધ અભેદ એક-ને નિશ્ચયનયનો વિષય લીધો છે. મતલબ કે જે ચેતનદ્રવ્ય છે તે પૂર્ણ શુદ્ધ છે, પૂર્ણ આનંદરૂપ છે, ચારિત્રની પૂર્ણ રમણતારૂપ છે. એટલે કે અંદર સ્વભાવમાં પૂરણ રમણતારૂપ ચારિત્ર ત્રિકાળ પડયું છે. વર્તમાન પર્યાયમાં ભલે રમણતા ઓછી છે, પરંતુ સ્વરૂપમાંતો ચારિત્ર પૂર્ણ રમણતારૂપ છે. અહા ! આવા આત્માને અવલંબીને જેણે આનંદમાં કેલિ-રમણતા કરવારૂપ, જ્ઞાનનું આચરણ પ્રગટ કર્યું છે. અને જેને પૂર્ણ આનંદના લાભનું પ્રયોજન છે તે મોક્ષાર્થીનું આચરણ, અહીં કહે છે, અતિ ઉદાર છે. આ રાગની ક્રિયાની વાત નથી હોં. જ્ઞાનીને રાગ હોય છે, પણ તેનો અને આદર નથી. એ તો એનો જાણનાર માત્ર રહે છે.
અહાહા.! પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા છે. એના આનંદનું પ્રચુર સ્વસંવેદન જેની દશામાં આવ્યું છે તે મોક્ષમાર્ગ મોક્ષાર્થી છે. મુનિની મુખ્યતાએ વાત છે ને? સમયસાર ગાથા ૫ માં આચાર્યદવ કહે છે કે મારા નિજવૈભવથી હું સમયસાર કહીશ. કેવો છે નિજવૈભવ? તો કહે છે–પ્રચુર આનંદના સ્વસંવેદનની દશા જેની મહોર-છાપ છે એ મારો નિજવૈભવ છે. લ્યો, આ સિવાય શરીર, વાણી કે વ્રતાદિ રાગની ક્રિયા એ કાંઈ નિજવૈભવ નથી. અંદર પ્રગટ પ્રચુર અતીન્દ્રિય આનંદની દશા તે નિજવૈભવ છે અને તે મોક્ષાર્થીનું આચરણ છે.
હવે પ્રચુર આનંદમાં રહેનારા મુનિરાજ આચાર્ય અમૃતચંદ્ર કહે છે-જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત છે એવા મોક્ષાર્થીઓ “મયમ સિદ્ધાંત:' આ સિદ્ધાંતને “સેવ્યતામ’ સેવન કરો કે- “ગરમ શુદ્ધ વિયમ્ વ પરમં ળ્યોતિ: વ સવા વ ગરિ' હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું...
સિદ્ધાંત નામ સિદ્ધ થયેલી વસ્તુ. આચાર્ય કહે છે. આ સિદ્ધ થયેલું છે એનું સેવન કરો કે-હું તો શુદ્ધ ચિન્મય એક પરમ જ્યોતિ જ સદાય છું. અહા ! ધર્મી જીવ પોતાને આવો અનુભવે છે કે શુદ્ધ ચિન્મય સદાય એકરૂપ પરમ ચૈતન્ય જ્યોતિસ્વરૂપ જ છું. અહા! તિર્યંચ પણ જ્યારે સમકિત પામે છે ત્યારે પોતાના સ્વરૂપને આવો જ અનુભવે છે. કે હું એક છું, શુદ્ધ છું, સદાય પરમ ચિત્માત્રજ્યોતિસ્વરૂપ જ છું.
જુઓ, અહીં “સદાય શુદ્ધ' – એમ લીધું છે. માટે કોઈ એમ કહે કે અશુદ્ધ પર્યાય વખતે દ્રવ્ય (ત્રિકાળી) અશુદ્ધ થઈ જાય છે તો એ વાત ખોટી છે. વસ્તુ ચેતના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com