________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ કેટલાક લોકોને સત સામે (વસ્તુના સ્વરૂપ સામે) બે વાંધા છે. તેઓ કહે છે
૧. દ્રવ્ય અને પર્યાય એક છે માટે પર્યાય અશુદ્ધ થઈ જતાં દ્રવ્ય પણ અશુદ્ધ થઈ જાય છે.
૨. વ્યવહારથી નિશ્ચય થાય અર્થાત્ શુભરાગ કરતાં કરતાં સમ્યગ્દર્શન આદિ ધર્મ થાય છે.
ખરેખર તો ચેતનાની એક સમયની જાણ નક્રિયારૂપ- જાણવાદેખવાના અનુભવરૂપ પર્યાય (-નિર્મળ પર્યાય) દ્રવ્યથી કથંચિત્ (નિશ્ચયથી) ભિન્ન છે; અને આ જે રાગાદિ વિકલ્પ ઉઠે છે એ અશુદ્ધ પર્યાય દ્રવ્યથી સર્વથા ભિન્ન છે. હવે જે સર્વથા ભિન્ન છે
એનાથી અંદર નિશ્ચયસ્વરૂપમાં (જ્ઞાયકમાં) કેમ જવાય? ભિન્ન છે એને તો ભિન્ન રાખીને જ અર્થાત્ એને છોડીને જ અંતરમાં જવાય. લ્યો, આવો મારગ છે.
અહાહા...! ચિત્ એટલે કારણજીવ, કારણપરમાત્મા. તે કેવો છે? તો કહે છે-એક શુદ્ધ ચિન્મય છે, ત્રણેકાળ શુદ્ધ છે. વર્તમાન પર્યાયની અશુદ્ધતાના કાળે પણ એ અંદર તો શુદ્ધ જ છે. ગુણી જે વસ્તુ છે તે ગુણમય છે. જેમ સાકર છે તે મીઠાશથી તન્મય છે તેમ ચિત્ ચેતનાથી તન્મય છે, અભેદ એક ચિન્મય છે. અહા ! આવા અભેદ એક આત્મામાં
આ ગુણ ને આ ગુણી એમ ભેદ પાડવો તે અન્યભાવ છે કેમકે ભેદને લક્ષમાં લેતાં વિકલ્પરાગ જ ઉઠે છે. માટે ભેદને ગૌણ કરી એક અભેદનું જ લક્ષ કરવા યોગ્ય છે. અહા ! દષ્ટિમાં લેવા યોગ્ય તો એક ચિન્મય આત્મા જ છે. સમજાણું કાંઈ..? ભાઈ ! ભાષા તો સાદી છે, બાકી ભાવ તો જે છે તે છે. (સૂક્ષ્મ દષ્ટિએ પકડવા યોગ્ય છે ).
આ શરીર જડ માટી-ધૂળ તો આત્મામાં છે નહિ અને જડ કર્મ પણ આત્માની ચીજ નથી. વળી પાપના ભાવ છે એય આત્મામાં નથી ને પુણ્યના ભાવ પણ આત્માની ચીજ નથી. આ વ્યવહારરત્નત્રયના શુભભાવ આત્માની વસ્તુ નથી. અહા ! એક ચિન્મય ભાવ સિવાયના સર્વભાવ પરભાવ છે. જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવ પણ પરભાવ છે, તે જીવભાવ નથી. હવે આવું છે ત્યાં શુભભાવથી-પરભાવથી અંદર સ્વમાં ધર્મ કેમ થાય? ન થાય.
ભાઈ ! પોતાના સ્વસ્વરૂપને જાણ્યા વિના જન્મ-મરણનાં અસહ્ય દુઃખોને વેઠતાં વેઠતાં તારો અનંતકાળ ગયો, અહા ! પરમાત્મા કહે છે –તે કેટલાં જન્મ-મરણ કર્યો કે મરણ ટાણે તારી માતાને જે દુઃખ ભર્યું રૂદન આવ્યું તેનાં આંસુ એકઠાં કરીએ તો અનંતા સમુદ્ર ભરાઈ જાય. અહા! આટલાં એણે અનંતા મરણ કર્યા છે. ભાઈ ! તેં જે પારાવાર દુઃખ સહન કર્યા છે તેને શું કહીએ ? એને દેખનારની આંખમાં પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com