________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૪૫૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮
હવે કહે છે– ‘પ્રથમની ગાથામાં સામાન્ય ચેતનાનો અનુભવ કરાવ્યો હતો. ત્યાં, અનુભવ ક૨ના૨, જેનો અનુભવ કરવામાં આવે તે, જેના વડે અનુભવ કરવામાં આવે તે-ઇત્યાદિ કારકભેદરૂપે આત્માને કહીને, અભેદવિવક્ષામાં કાકભેદનો નિષેધ કરી, આત્માને એક શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો હતો.'
પ્રથમ છ કારકના ભેદ પાડી સમજાવ્યું હતું, પછી ભેદનો નિષેધ કરી અભેદનો અનુભવ કરાવ્યો. કેમકે ભેદની દૃષ્ટિમાં અભેદનો અનુભવ થતો નથી, તેથી ભેદને ગૌણ કરી અભેદની-શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુની દૃષ્ટિ કરાવી.
.
હવે આ બે ગાથાઓમાં દષ્ટા અને જ્ઞાતાનો અનુભવ કરાવ્યો છે, કારણ કે ચેતનાસામાન્ય દર્શનજ્ઞાનવિશેષોને ઉલ્લંઘતી નથી. અહીં પણ, છ કારકરૂપ ભેદ-અનુભવન કરાવી. પછી અભેદ-અનુભવનની અપેક્ષાએ કારભેદ દૂર કરાવી, દષ્ટા-જ્ઞાતામાત્રનો અનુભવ કરાવ્યો છે.’
અહા! વીતરાગ જૈનદર્શનમાં એક વીતરાગભાવ જ ધર્મ છે. એ વીતરાગભાવ કેમ પ્રગટ થાય? તો કહે છે કે-આત્મા ત્રિકાળી સત્ શાશ્વત્ શુદ્ધ સદા ચૈતન્યસ્વરૂપ છે. એને ભેદથી કહીએ તો તે દર્શનજ્ઞાનસ્વભાવી છે, જ્ઞાતા-દષ્ટાસ્વરૂપ છે. માટે દર્શનજ્ઞાનસ્વભાવી આત્માને જાણી અંતરમાં અભેદ એક આત્મસ્વરૂપનો અનુભવ કરવો તે ધર્મ છે. આ વાત હવે ટીકામાં વિશેષ સમજાવે છે:
* ટીકા : હવેના અંશ ઉ૫૨નું પ્રવચન *
· અહીં પ્રશ્ન થાય છે કે-ચેતના દર્શનજ્ઞાનભેદોને કેમ ઉલ્લંઘતી નથી કે જેથી ચેતનારો દષ્ટા તથા જ્ઞાતા હોય છે?'
જુઓ, આ પ્રશ્ન! એમ કે આત્મા ચેતનદ્રવ્ય વસ્તુ, અને એનો સ્વભાવ ચેતનાગુણ-તે દર્શનજ્ઞાન ભેદોનું ઉલ્લંઘન કેમ કરતો નથી? અર્થાત્ ચેતના એકરૂપ કેમ નહિ? ચેતના બેરૂપ કેમ ? જેથી ચેતનારો દષ્ટા તથા જ્ઞાતા થાય છે તે ચેતનામાં બે સ્વભાવપણું કેમ ? તેનો ઉત્તર કહેવામાં આવે છેઃ
‘પ્રથમ તો ચેતના પ્રતિભાસરૂપ છે.’
શું કીધું ? કે ચેતનામાં જગતની ચીજો સામાન્યવિશેષપણે પ્રતિભાસે છે. એટલે શું? કે ચેતનામાં જગતની ચીજો સામાન્ય (અભેદપણે ) દેખાય છે અને વિશેષ (ભેદપણે ) જણાય છે. સમજાણું કાંઈ...? અહીં એમ કહે છે કે-આત્મા એક વસ્તુ છે, ચેતના એનો સ્વભાવ-ગુણ છે. એની પર્યાયમાં સ્વ અને પરનો પ્રતિભાસ એટલે કે સામાન્ય દેખવાપણું ને વિશેષ જાણવાપણું થાય છે. અહાહા...! જેટલી ચીજો સામે હોય તેનું ચેતનામાં સામાન્ય અને વિશેષપણે દેખવા-જાણવાપણું થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com