________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪૦ ]
ન રત્નાકર ભાગ-૮ પોતાને જાણે નહિ, પરને જાણે નહિ; પણ આત્મા વડે જણાય છે તેવા છે માટે તેઓ જડ છે. આટલી તો સ્પષ્ટતા કરી છે. પોતે પોતા વડે જણાતા નથી માટે તેઓ જડ છે.
અહા! પાપ ભાવો તો અચેતન જડ છે જ; પરંતુ પુણ્ય ભાવો-દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચમહાવ્રતનો રાગ ને શાસ્ત્ર ભણવાનો ભાવ ઇત્યાદિ વ્યવહારરત્નત્રયના ભાવો-પણ અચેતન જડ છે એમ વાત છે કેમકે એનામાં ચૈતન્યલક્ષણ નથી. ભાઈ ! કોઈ પણ રાગ જાણવાલાયક છે. પણ આદરવા લાયક નથી. આ ન્યાય છે. જેવું જડચેતનનું સ્વરૂપ છે અને એ રીતે જાણવું એ ન્યાય છે
અરે! એને સંસાર-પરિભ્રમણમાં અનંતકાળ ગયો. એમાં અનંતવાર એણે નગ્ન દિગંબર અવસ્થા ધારી મુનિવ્રત અંગીકાર કર્યા. પણ અરે ! એણે સત્યને ન્યાયથી સમજીને કદી લક્ષમાં લીધું નહિ! છઢાલામાં આવે છે ને કે
મુનિવ્રત ધાર અનંત બાર, ગ્રીવક ઉપજાય;
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેસ ન પાય.” આનો અર્થ જ એ થયો કે બહારનું દ્રવ્યલિંગ એ કાંઈ જૈનના સાધુનું વાસ્તવિક (નિશ્ચય) લક્ષણ નથી. અટ્ટવીસ મૂલગુણ આદિનો શુભરાગ તે આત્માના ચૈતન્યલક્ષણથી રહિત છે. માટે એનાથી સ્વભાવની પ્રાપ્તિ થવી સંભવિત નથી. ભાઈ ! ચૈતન્યલક્ષણથી શૂન્ય એવા શુભરાગથી-વ્યવહારથી નિશ્ચયની પ્રાપ્તિ ન થાય. વિકારથી નિર્વિકારી દશા ન થાય. શોધ ભાઈ ! તારી ભૂલ શોધ બાપુ! અનંતવાર મુનિપણાં લીધાં તોય સમકિત ન થયું તો આ વીતરાગની વાતને ન્યાયથી સમજી ભૂલ મટાડી દે. આ તો દિવા જેવી સ્પષ્ટ વાત છે કે
“હું તો માત્ર શુદ્ધ ચૈતન્ય જ છું.” ચૈતન્યમાં જ્ઞાન ને દર્શન બેય લેવા. માત્ર શુદ્ધ ચૈતન્ય જ છું-એમ જ' કહીને સમ્યક એકાન્ત કર્યું છે. કથંચિત્ રાગ છું ને કથંચિત ચૈતન્ય છું એમ નહિ, શુદ્ધ ચૈતન્ય જ છું. જાઓ, આ ધર્મી પુરુષની દષ્ટિ!
હવે કહે છે - “કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ કારકભેદો સત્ત્વ, અસત્ત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ આદિ ધર્મભેદો અને જ્ઞાન, દર્શન આદિ ગુણભેદો જો કથંચિત્ હોય તો ભલે હો; પરંતુ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં તો કોઈ ભેદ નથી.'
કીધું? પરભાવો તો મારાથી ભિન્ન છે જ; પરંતુ ચૈતન્યની પરિણતિ-અવસ્થા, એના જે પારકો છે એ પણ હું નથી. ચેતન પરિણતિનો કર્તા ચેતન પરિણતિ, ચેતન પરિણતિ પોતે કર્મ, ચેતન પરિણતિનું સાધન ચેતન પરિણતિ ઇત્યાદિ આવા પર્યાયના અભિન્ન છે કારકના ભેદો છે ખરા, પણ તે મારામાં નથી.
બીજી વાત - હું પોતાથી છું, પરથી નથી; હું દ્રવ્ય નિત્ય છું, અવસ્થાએ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com