________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ ]
ચન રત્નાકર ભાગ-૮ નહિ. ભારે વાત ભાઈ ! ખરેખર તો એ રીતે જે તે સમયે થાય છે અને લોકોની (– વ્યવહારની) ભાષામાં “વરેરિ' –કરે છે એમ કહેવાય છે.
વળી જ્ઞાની રાગમાં વર્તતો નથી. ત્યારે કોઈ કહે–વદ્યુતો' એમ પાઠમાં છે ને? ભાઈ ! એ તો બહારથી જોનાર દુનિયા એમ જાણે કે આ યોગાદિમાં વર્તે છે એટલે “વફૅતો' શબ્દ વાપર્યો છે. આ તો લોકવ્યવહારની ભાષા છે બાપુ! બાકી જેને પોતાના અપરિમિત ચૈતન્યસ્વભાવમાં સુખ ભાસ્યું છે કે, જ્યાં સુખ નથી ત્યાં (–રાગમાં) કેમ રહે? અહાહા..! જેણે પૂર્ણ એક જ્ઞાયકસ્વભાવી સુખધામ નિત્યાનંદ પ્રભુ આત્માનો આશ્રય લીધો તે હવે રાગના આશ્રયમાં કેમ રહે? અહો! ધર્માત્મા પુરુષ પોતાના ઉપયોગમાં રાગ સાથે સંબંધ જ કરતો નથી. અહાહા...! સમ્યગ્દર્શનનો આવો કોઈ અદ્દભૂત મહિમા છે! સમજાણું કાંઈ....?
* ગાથા ૨૪૨ થી ૨૪૬: ટીકા ઉપરનું પ્રવચન * જેવી રીતે તે જ પુરુષ..' શું કહ્યું? પુરુષ તો એના એ જ છે; પહેલાં જે તેલના મર્દનયુક્ત હતો તે જ પુરુષની વાત છે તો કહે છે
“જેવી રીતે તે જ પુરુષ, સમસ્ત સ્નેહને (અર્થાત્ સર્વ ચીકાશને-તેલ આદિને) દૂર કરવામાં આવતાં, તે જ સ્વભાવથી જ બહુ રજથી ભરેલી ભૂમિમાં (અર્થાત્ સ્વભાવથી જ બહુ રજથી ભરેલી તે જ ભૂમિમાં) તે જ શસ્ત્ર વ્યાયામરૂપી કર્મ (ક્રિયા) કરતો, તે જ અનેક પ્રકારનાં કારણો વડે તે જ સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, રજથી બંધાતો-લેપાતો નથી, કારણ કે તેને રજબંધનું કારણ જે તેલ આદિનું મર્દન તેનો અભાવ છે.”
જુઓ, આ દષ્ટાંત છે. એમાં આ કરતો ને તે કરતો-એમ કરતો, કરતો આવે છે. તો કોઈ કહે-જુઓ આમાં લખ્યું છે; તો કરે છે કે નહિ?
એમ ન હોય ભાઈ ! આત્મા પરનું કરે એ તો મિથ્યાત્વભાવ છે. આ તો અહીં દિષ્ટાંતમાં તેનો એક અંશ લઈને સિદ્ધાંત સમજાવવો છે.
હવે દષ્ટાંતને સિદ્ધાંતમાં ઉતારે છે. તેવી રીતે સમ્યગ્દષ્ટિ, પોતામાં રાગાદિકને નહિ કરતો થકો, તે જ સ્વભાવથી જ બહુ કર્મયોગ્ય પુગલોથી ભરેલા લોકમાં તે જ કાયવચન-મનનું કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયા) કરતો, તે જ અનેક પ્રકારનાં કરણો વડે તે જ સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, કર્મરૂપી રજથી બંધાતો નથી, કારણ કે તેને બંધનું કારણ જે રાગનો યોગ (રાગમાં જોડાણ ) તેનો અભાવ છે.”
, આ સમકિતનો મહિમા! જે સ્વભાવની દષ્ટિમાં પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા ભાળ્યો તે દષ્ટિ નામ દર્શન-સમ્યગ્દર્શન શું ચીજ છે તે બતાવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com