________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૯૫
आत्मबन्धौ द्विधा कृत्वा किं कर्तव्यमिति चेत्जीवो बंधो य तहा छिज्जंति सलक्खणेहिं णियएहिं। बंधो छेदेदव्यो सुद्धो अप्पा य घेत्तव्यो।। २९५ ।।
जीवो बन्धश्च तथा छिद्येते स्वलक्षणाभ्यां नियताभ्याम्।
बन्धरछेत्तव्यः शुद्ध आत्मा च गृहीतव्यः ।। २९५।। આત્મા અને બંધને દ્વિધા કરીને શું કરવું? એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છે -
જીવ-બંધ જ્યાં છેદાય એ રીત નિયત નિજ નિજ લક્ષણે,
ત્યાં છોડવો એ બંધને, જીવ ગ્રહણ કરવો શુદ્ધને. ૨૯૫. ગાથાર્થ:- [તથા] એ રીતે [ નીવ: વન્ય: ૨] જીવ અને બંધ [ નિયતામ્યાન સ્વત્નક્ષમ્યાં ] તેમનાં નિશ્ચિત સ્વલક્ષણોથી [ છિદ્યતે ] છેડાય છે. [વશ્વ: ] ત્યાં, બંધને [છેત્તવ્ય:] છેડવો અર્થાત્ છોડવો [૨] અને [શુદ્ધ: માત્મા ] શુદ્ધ આત્માને [ગૃહીતવ્ય:] ગ્રહણ કરવો.
ટીકાઃ- આત્મા અને બંધને પ્રથમ તો તેમનાં નિયત સ્વલક્ષણોના વિજ્ઞાનથી સર્વથા જ છેદવા અર્થાત ભિન્ન કરવા; પછી, રાગાદિક જેનું લક્ષણ છે એવા સમસ્ત બંધને તો છોડવો અને ઉપયોગ જેનું લક્ષણ છે એવા શુદ્ધ આત્માને જ ગ્રહણ કરવો. આ જ ખરેખર આત્મા અને બન્ને દ્વિધા કરવાનું પ્રયોજન છે કે બંધના ત્યાગથી (અર્થાત બંધનો ત્યાગ કરી) શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું.
ભાવાર્થ- શિષ્ય પૂછ્યું હતું કે આત્મા અને બંધને દ્વિધા કરીને શું કરવું? તેનો આ ઉત્તર આપ્યો કે બંધનો તો ત્યાગ કરવો અને શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું.
સમયસાર ગાથા ૨૯૫ મથાળું શિષ્યનો પ્રશ્ન છે કે-બંધ-રાગ અને આત્માને ભગવતી પ્રજ્ઞા વડે જુદા પાડવા એ તો જાણું પણ “આત્મા અને બંધને દ્વિધા કરીને શું કરવું?' એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છેઃ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com