________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૯૪ ]
[ ૪૦૭ શું કહ્યું? કે જ્યાં એક ચેતનગુણ છે ત્યાં બીજી અનંત શક્તિઓ-ચારિત્ર, સુખ, વીર્ય, જીવત્વ, કર્તા, કર્મ, કરણ આદિ એકરૂપ અવિનાભાવે છે; અને જ્યાં ચેતનની એક સમયની પર્યાય છે ત્યાં સાથે એ અનંતગુણની દશાઓ એક અવિનાભાવી છે. અહા ! આવો આત્મા જાનમાત્રસ્વરૂપ ચૈતન્યપ્રકાશથી ભરપૂર ચૈતન્યસૂર્ય છે. આ આંખે દેખાય છે ને? એ તો જડ સૂર્ય છે; એને તો ખબરેય નથી કે હું પ્રકાશનું બિંબ છું. આ તો એક સમયની ચૈતન્યપરિણતિમાં જે પૂરણ ચૈતન્યસ્વભાવી ચૈતન્ય પ્રકાશનો ગોળો જણાય છે તે ચૈતન્યસૂર્ય પ્રભુ આત્મા છે એમ વાત છે. અહા ! આવો ચિન્માત્ર પ્રભુ આત્મા છે એમ નિશ્ચય કરવો એમ કહે છે? પણ અંદર નજરુ કરે તો નિશ્ચય થાય ને? પણ એ અંદર જુએ જ નહિ તો શું નિશ્ચય કરે ?
ભાઈ ! અમારી પાસે તો આ (- આત્માની) વાત છે. અહા! જૈન પરમેશ્વર સર્વજ્ઞદવે જેવું આત્માનું સ્વરૂપ કહ્યું તેવું આચાર્ય કુંદકુંદદેવે ગાથામાં કહ્યું છે; અને ગાથાના ભાવોને, જેમ કોઈ બળુકી બાઈ ગાયના આંચળમાંથી દોઈને દૂધ કાઢે તેમ, આચાર્ય અમૃતચંદ્રદેવે દોહી દોહીને બહાર કાઢયા છે. અહો! કોઈ અદ્દભુત અલૌકિક ટીકા છે !
પ્રશ્નઃ – પણ આટલું બધું યાદ શી રીતે રહે?
ઉત્તરઃ – રસ-રુચિ હોય તો બધું યાદ રહે. એમાં શું છે? જ્યાં રૂચિ હોય ત્યાં વીર્ય – પુરુષાર્થ કામ કર્યા વિના રહેતો નથી.
હવે બંધના સ્વલક્ષણ વિષે કહેવામાં આવે છે:
“બંધનું સ્વલક્ષણ તો આત્મદ્રવ્યથી અસાધારણ એવા રાગાદિક છે. એ રાગાદિક આત્મદ્રવ્ય સાથે સાધારણપણું ધરતા પ્રતિભાસતા નથી, કારણ કે તેઓ સદાય ચૈતન્ય ચમત્કારથી ભિન્નપણે પ્રતિભાસે છે.'
શું કીધું? કે રાગાદિક એટલે આ શુભાશુભ ભાવ, પુણ્ય – પાપના ભાવ એ બંધનું સ્વલક્ષણ છે. પુણ્ય – પાપના ભાવ કાંઈ આત્માનું લક્ષણ નથી અહા ! પાપભાવ તો નહિ પણ પુણ્યના ભાવ પણ કાંઈ આત્માનું લક્ષણ નથી. અહા ! પુણ્યભાવથી અર્થાત દયા, દાન, વ્રત, ભક્તિ ઈત્યાદિ કરતાં કરતાં આત્મા જણાય એમ કોઈ કહું તો એ ખોટું છે. અહા ! એ બંધભાવથી અબંધ આત્મા કેમ પ્રાપ્ત થાય ? ન થાય.
એ રાગાદિક પુણ્ય-પાપના ભાવ આત્મદ્રવ્ય સાથે સાધારણપણું ધરતા નથી. એટલે શું? કે તેઓ આત્મદ્રવ્ય સાથે સદાય રહેતા હોય એમ દેખાતું નથી. જુઓ, શરીરાદિની તો અહીં વાત જ નથી લીધી કેમકે તેઓ તો પ્રગટ જુદાદા છે. અહીં કહે છે - જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં રાગાદિ એવું દેખાતું નથી. તેઓ સદાયચૈતન્ય ચમત્કારથી ભિન્નપણે પ્રતિભાસે છે. અહા ! બંધલક્ષણવાળા પુણ્ય – પાપના ભાવો ચૈતન્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com