________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮
રાગથી ભિન્ન આત્માનું જ્ઞાન કરવું તે સમ્યજ્ઞાન , ને રાગથી ભિન્ન આત્માનું આચરણ કરવું તે સમ્યફચારિત્ર. આ પ્રમાણે રાગથી - વિકારથી આત્માને ભિન્ન કરવો - અનુભવવો તે મોક્ષનું કારણ છે એમ સિદ્ધાંત – નિયમ કરવામાં આવે છે. આવી વાત છે.
લ્યો, હવે વ્યવહારરત્નત્રયથી નિશ્ચય થાય એ ક્યાં રહ્યું! અહીં તો એમ કહે છે કે - વ્યવહારરત્નત્રયથી આત્માને ભિન્ન અનુભવવો તે મોક્ષનું કારણ છે એમ નિયમ કરવામાં આવે છે. જુઓ આ વીતરાગમાર્ગનો સિદ્ધાંત.
[ પ્રવચન નં. ૩૪૮]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com