________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૮ ]
થન રત્નાકર ભાગ-૮ આ વર્ષીતપ બાઇયું. (સ્ત્રીઓ) કરે છે ને? તેઓ માને છે કે અમે ધર્મ કરીએ છીએ. પણ એમાં તો ધૂળેય ધર્મ નથી સાંભળને. પોતાના શુદ્ધ ચૈતન્યભાવને જાણ્યા વિના એવી બહારની ક્રિયાઓથી પુણ્ય પણ ઊંચા બંધાતાં નથી તો ધર્મ શું થાય? અહા ! સ્વસ્વરૂપના ભાન વિના ઉપવાસ કરીને કોઈ સૂકાઈ જાય તોય ત૫ ના થાય. તે ઉપવાસ નહિ પણ અપવાસ એટલે અપ નામ માઠો વાસ છે. બાપુ! એ બધી લાંઘણું છે. એ વડે એ સંસારની વૃદ્ધિ કરે છે કેમકે એમાં મિથ્યાત્વનો બંધ થાય છે. બહુ આકરી વાત પ્રભુ! પણ આ સત્ય વાત છે. હવે કહે છે કે –
“આથી ( – આ કથનથી) પૂર્વે કહેલા બન્નેને (જેઓ બંધના સ્વરૂપના જ્ઞાનમાત્રથી સંતુષ્ટ છે તેમને અને જેઓ બંધના વિચાર કર્યા કરે છે તેમને – ) આત્મા અને બંધના દ્વિધાકરણમાં વ્યાપાર કરાવવામાં આવે છે”
અહા ! વીતરાગ પરમેશ્વર એમ ફરમાવે છે કે – જે કોઈ ક્રિયાકાંડનો રાગ છે તે સર્વ બંધન છે, અને ભગવાન આત્મા એનાથી ભિન્ન છે માટે એ બન્નેને દ્વિધા-ભિન્ન કરવા પ્રતિ વ્યાપાર – ઉધમ કરાવવામાં આવે છે. એમ કે રાગને રાગમાં રહેવા દે ને જ્ઞાનને અંદર જ્ઞાનમાં – આત્મામાં જડી દે. લ્યો, આ પ્રમાણે એની ભિન્નતા થાય છે અને ત્યારે એને ધર્મ થાય છે.
અહાહા..! આત્મા એને કહીએ જેમાં પુણ્ય-પાપના વિકલ્પ નથી અને બંધ એને કહીએ જેમાં આત્માનો સ્વભાવ નથી. એમ બે વસ્તુ ભિન્ન છે. આત્મા અંદર ચૈતન્યપ્રકાશનું પૂર ચૈતન્યબિંબ પ્રભુ જ્ઞાયક તત્ત્વ છે અને આ દયા, દાન, વ્રત આદિના વિકલ્પ બંધના તત્ત્વ છે, ભાવબંધ છે. બન્ને ભિન્ન તત્ત્વ છે. અહા! નિત્ય અવિનાશી પ્રભુ આત્મા અને ક્ષણવિનાશી આ પુણ્ય-પાપના ભાવ બન્ને ભિન્ન ચીજ છે. આમ હોવા છતાં અજ્ઞાની જીવો બન્નેમાં એકપણું માની બેઠા છે તેઓને બન્નેના દ્વિધાકરણનો વ્યાપાર કરાવવામાં આવે છે. અહા! રાગથી એકપણું માની ક્રિયાકાંડમાં મગ્ન છે તેઓને રાગથી ભિન્ન કરી શુદ્ધ એક આત્મસ્વરૂપમાં મગ્ન થવાનો વ્યાપાર-ઉદ્યમ કરાવવામાં આવે છે એમ કહે છે. સમજાણું કાંઈ... ? આ તો જીવોને ભેદજ્ઞાનમાં લગાવવાની વાત છે.
કોઈને થાય કે આ ભેદજ્ઞાન વળી શું ચીજ છે? અહા! આ ભિન્ન કરવું તે શું? એને કહે છે – અનાદિથી રઝળી મરે છે એવા હે જીવ! સાંભળ. અંદરમાં જે અનેક પ્રકારે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિના શુભ પરિણામ થાય છે તે તથા અહીં વીતરાગ સર્વજ્ઞ કહેલાં આઠ કર્મ, એની ૧૪૮ પ્રકૃતિ અને એના વળી પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ બંધ – એ બધાની વ્યાખ્યા અંદરમાં વિચારવી – એ તો બધો બંધતત્ત્વનો વિચાર થયો. એનાથી જીવને અહીં ભિન્ન કરાવવાના અર્થાત્ સ્વસ્વરૂપમાં જોડવાના ઉદ્યમમાં એને લગાવવો તે ભેદજ્ઞાન છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com