________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૮૮ થી ર૯૦ ]
[ ૩૮૧ “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા જે પામે તે પંથ,
સમજાવ્યો સંક્ષેપમાં સકલ માર્ગ નિગ્રંથ.” બીજી રીતે કહીએ તો ભગવાન આત્મામાં અનાદિથી પર્યાયમાં વિકારનો સંબંધ છે તે બંધ અને સંસાર છે. અહા! જ્યારે તે કર્મ-વિકારથી મુક્ત પૂર્ણ અબંધ થઈ જાય ત્યારે પૂર્ણ જ્ઞાન ને આનંદની દશા પ્રગટ થાય છે અને એનું નામ મોક્ષ છે.
“બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર મોક્ષનું કારણ છે એમ કેટલાક કહે છે, તે અસત્ છે; કર્મથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર મોક્ષનું કારણ નથી, કેમકે જેમ બેડી આદિથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર બંધથી છૂટવાનું કારણ નથી તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર કર્મબંધથી છૂટવાનું કારણ નથી.”
જોયું? આ દાખલો આપ્યો કે આ બંધ છે, આ પ્રકારે બેડીથી બંધાયેલો છું—એટલું માત્ર જાણે એટલે કાંઈ બંધથી–બેડીથી છૂટે ? ન છૂટે. તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર મોક્ષનું કારણ નથી. બંધના સ્વરૂપના જ્ઞાનમાત્રથી મોક્ષ થાય એમ માનવું અસત્ છે. હવે કહે છે
“આથી જેઓ કર્મબંધના પ્રપંચની રચનાના જ્ઞાનમાત્રથી સંતુષ્ટ છે તેમને ઉત્થાપવામાં આવે છે.'
આટલી પ્રકૃતિનો બંધ છે, આટલી કર્મપ્રકૃતિ સત્તામાં છે, કુલ ૧૪૮ પ્રકૃતિ છે એમાંથી સમકિતીને ૪૧ કર્મપ્રકૃતિનો બંધ પડતો નથી. કર્મબંધ ચાર પ્રકારે છે; એમાં અનુભાગ અને સ્થિતિબંધ કષાયથી પડે છે તથા પ્રકૃતિ ને પ્રદેશબંધનું કારણ યોગ છે. આમ કર્મબંધના વિસ્તારના જ્ઞાનમાત્રથી જે સંતુષ્ટ છે તેમનો મોક્ષ થતો નથી. આ પ્રકૃતિ આમ છે ને આ કર્મની આટલી સ્થિતિ છે ઇત્યાદિ જાણવાથી શું ધર્મ થયો? રાગ અને આત્માને ભિન્ન પાડે ત્યારે એને ધર્મ થાય છે, અને તે બંધથી છૂટે છે; માત્ર બંધના પ્રપંચને જાણવામાત્રથી કાંઈ નથી.
* ગાથા ૨૮૮ થી ૨૯૦: ભાવાર્થ ઉપરનું પ્રવચન * બંધનું સ્વરૂપ જાણવાથી જ મોક્ષ છે એમ કોઈ અન્યમતી માને છે. તેમની એ માન્યતાનું આ કથનથી નિરાકરણ જાણવું.
બંધ એ રાગ છે અને રાગ છે તે વ્યવહાર છે. તેને જાણવા માત્રથી મોક્ષ છે એમ કોઈ અન્યમતી માને છે. તેની એ માન્યતા યથાર્થ નથી એમ આ કથનથી જાણવું. બંધને જાણવામાત્રથી જ મુક્તિ ન થાય. તો કેવી રીતે થાય ? તો કહે છે
જાણવા માત્રથી જ બંધ નથી કપાતો, બંધ તો કાપવાથી જ કપાય છે'
લ્યો, બંધ તો કાપવાથી છેદવાથી કપાય છે, છેદાય છે. અહાહા...! અંદર શુદ્ધ દષ્ટિ અને રમણતા કરે તો બંધ કપાય. પ્રજ્ઞાથી રાગને દ્વિધા-ભિન્ન કરે ને સ્વરૂપને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com