________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૮૬-૨૮૭ ]
[ ૩૭૧ -ચિદાનંદ ચિતૂપમાં આવ્યો અને લીન થયો ત્યાં રાગાદિક અજ્ઞાન હઠી ગયું અને અતિ ઉજ્જવળ જ્ઞાનધારા પ્રગટ થઈ. કેવી પ્રગટ થઈ ? તો કહે છે–એવી પ્રગટ થઈ કે હવે તેના ફેલાવને કોઈ આવરી શકે નહિ. જેમ સૂર્યના પ્રકાશના ફેલાવને કોઈ (અંધકાર) રોકી શકે નહિ તેમ સ્વ-આશ્રયે પ્રગટ થયેલી નિર્મળ જ્ઞાનજ્યોતિના ફેલાવને કોઈ રોકી શકે નહિ.
* કળશ ૧૭૯ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે, રાગાદિક રહેતા નથી, તેમનું કાર્ય જે બંધ તે પણ રહેતો નથી, ત્યારે પછી તેને (-જ્ઞાનને) આવરણ કરનારું કોઈ રહેતું નથી, તે સદાય પ્રકાશમાન જ રહે છે.'
અહાહા..! એક ચૈતન્ય જેનો ભાવ છે એવો પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ આત્મા છે. એની પર્યાયમાં પુણ્ય-પાપના ભાવ, રાગદ્વેષમોહના ભાવ થાય એ ચૈતન્યભાવથી વિરૂદ્ધ છે. પણ પર-આશ્રયને તજી જ્યારે તે શુદ્ધ ચૈતન્યભાવના આશ્રયમાં આવે છે ત્યારે તેને જ્ઞાનદશા પ્રગટ થાય છે અને ત્યારે તેને રાગાદિક રહેતા નથી, તેમનું કાર્ય જે બંધ તે પણ રહેતો નથી. વિકાર નાશ પામતાં તેને નવા કર્મનું બંધન થતું નથી. ત્યાર પછી જ્ઞાનને આવરણ કરનારું-રોકનારું કોઈ રહેતું નથી. તે સદાય પ્રકાશમાન જ રહે છે. અહીં ! જ્ઞાનજ્યોતિ સદાય એકલી કેવળજ્ઞાન દશારૂપે રહે છે, એને હવે કોઈ રોકનાર નથી. એની પૂર્ણદશા થઈ તેમાં હવે અપૂર્ણતા થતી નથી. આનું નામ ઉત્કૃષ્ટ ધર્મદશા ને મોક્ષ કહેવામાં આવે છે.
* હવેની ટીકા *
આ પ્રમાણે બંધ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો” ભાવાર્થ
રંગભૂમિમાં બંધના સ્વાંગે પ્રવેશ કર્યો હતો. હવે જ્યાં જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ ત્યાં તે બંધ સ્વાંગને દૂર કરીને બહાર નીકળી ગયો.” શું કહ્યું એ? કે જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ ત્યાં બંધ રહ્યો નહિ, અબંધતા પ્રગટ થઈ. હવે પંડિત શ્રી જયચંદજી છંદ કહે છે:
જો નર કોય પરે રજમાંહિ સચિકણ અંગ લગૈ વહુ ગાઢ,
ત્યોં મતિહીન જા રાગ વિરોધ લિયે વિચરે તબ બંધન બોઢે;” શું કહે છે? કે જો કોઈ પુરુષ ચિકાશવાળા શરીરે-આ તેલ વગેરે શરીરે ચોપડે છે ને? તો તેલ આદિ ચોપડવાથી ચિકાશવાળા શરીરે રજમાં-ધૂળમાં પડે તો તેને રજ-ધૂળ અવશ્ય ચોંટે. આ તો દાખલો આપી સિદ્ધાંત સમજાવે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com