________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૬ ]
થન રત્નાકર ભાગ-૮ અને ત્યારે આત્મા પોતાનો જ અનુભવ કરતો થકો કર્મના બંધનને કાપી પોતામાં જ પ્રકાશે છે.'
“પોતાનો જ અનુભવ કરતો થકો' –એમ કહ્યું ને? મતલબ કે જ્યારે સર્વ પદ્રવ્યથી હુઠી શુદ્ધ એક જ્ઞાનાનંદઘન પ્રભુ આત્મામાં એકાગ્ર થઈ એના જ ધ્યાનમાં રહે છે ત્યારે ધર્મ થાય છે અને કર્મ કપાય છે. લ્યો, આ પ્રમાણે કર્મ બંધનને કાપી પોતે પોતામાં જ પ્રકારે છે. અહા! જેવો અંદર ચૈતન્યસ્વભાવ છે તેવો સ્વદ્રવ્યના ધ્યાનમાં જતાં પર્યાયમાં પ્રગટ પ્રકાશે છે.
લ્યો, આમાં હવે કાંઈ મો-માથું હાથમાં આવે નહિ (સમજાય નહિ) એટલે કહે કે ઈશ્વરને યાદ કરો, ઈશ્વરની ભક્તિ-પૂજા કરો ને ઈશ્વરનું ધ્યાન ધરો એટલે કર્મ કપાઈ જશે.
પણ ભાઈ ! તું પોતે જ અંદર ઈશ્વર છો કે નહિ? તારું સ્વરૂપ જ ભગવાન! ઈશ્વર છે. તેમાં એકાગ્ર થઈને તેને જ ભજ ને તેનું જ ધ્યાન કર ને પ્રભુ! જેને તું ઈશ્વર કહે છે એ તો પરદ્રવ્ય છે; એનું લક્ષ કરવા જઈશ તો તું તારા સ્વરૂપમાંથી ખસી જઈશ અને સ્વરૂપથી ખસી જઈશ એટલે પરના લક્ષે તને રાગ જ થશે. ભલે પુણ્ય થાય તોય એ રાગ જ છે, ધર્મ નહિ. સમજાણું કાંઈ....?
અા! ધર્મને નામે લોકોએ માર્ગ વીંખી નાખ્યો છે. એમને એટલી ગરજેય ક્યાં છે? સત્યને ખોજવાની એને ક્યાં પડી છે? એ તો વેપાર-ધંધાની ખોજ કરે કે ક્યાંથી માલ સસ્તો મળે? ને કેમ વધારે નફો થાય? નોકરીમાં કોણ વધારે પગાર આપે ? –આ એમ બધી રખડવાની ખોજ કરે પણ પોતે અંદર જ્ઞાન ને આનંદની લક્ષ્મીનો ભંડાર છે એને ખોજતો નથી. અહીં કહે છે એની ખોજમાં જાય તો પરનાં લક્ષ છૂટી જાય ને પરનાં લક્ષ છૂટી જાય તો એને આત્માનુભવ થાય, અંદર જ્ઞાન ને આનંદની અનુપમ દશા પ્રગટ થાય. અહા ! સ્વાનુભવમાં આવતાં તે કર્મબંધનને કાપીને પોતે પોતામાં જ પ્રકાશવા લાગે છે, અર્થાત્ પોતે પર્યાયમાં-વ્યક્ત પ્રગટ દશામાં-જ્ઞાનાનંદરૂપ થઈ જાય છે.
માટે જે પોતાનું હિત ચાહે છે તે એવું કરો.”
અહાહા..! જુઓ આ ઉપદેશ! એમ કે ભગવાન! તારી વર્તમાન દશામાં અહિત છે. પરદ્રવ્ય ને પરદ્રવ્યના લક્ષે થતા ભાવથી તું સંતુષ્ટ થાય ને તેમાં સ્વામીપણું કરે એ તારું અહિત છે પ્રભુ! માટે જો તને હિતની-કલ્યાણની-સુખની ભાવના છે તો અંદર સુખધામ પ્રભુ આત્મા છે તેમાં જા; સમસ્ત પરદ્રવ્યના વલણથી છૂટી સ્વદ્રવ્યના વલણમાં જા. અહાહા....! તારું સ્વદ્રવ્ય પ્રભુ ! એકલા જ્ઞાન ને આનંદથી ભરેલું છે. તું જ્ઞાનાનંદનો દરિયો છો ને નાથ ! માટે તેમાં જઈ ત્યાં જ અંતર્નિમગ્ન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com