________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૪ ]
યન રત્નાકર ભાગ-૮ અહાહા...! આવો ભગવાન આત્મા જેણે કર્મને મૂળથી ઉખેડી નાખ્યાં છે તે પોતામાં જ સ્કુરાયમાન-પ્રગટ થાય છે. શક્તિરૂપે હતો તે પર્યાયમાં પ્રગટ થાય છે. અહાહા....! એકલા અમૃતથી કળશ ભર્યો છે. સ્કુરાયમાન થાય છે એટલે શું? કે પૂરણ સ્વભાવનો પૂરણ આશ્રય લઈને, પૂરણ કર્મને પૂરણ ઉખેડી નાખીને પર્યાયમાં પૂરણ આનંદ સહિત પ્રગટ થાય છે. શક્તિરૂપે હતો તે વ્યક્તિરૂપે પર્યાયમાં પૂરણ પ્રગટ થાય છે. લ્યો, આ અબંધસ્વભાવી ભગવાન આત્માના આશ્રયનું અબંધદશારૂપ ફળ છે.
* કળશ ૧૭૮: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “પદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું જાણી...'
શું કીધું? કે આત્મા ત્રિકાળી શુદ્ધ સચ્ચિદાનંદ પ્રભુ સ્વવસ્તુ છે. અને એ સિવાયની જગતની સર્વ ચીજ-શરીર, મન, વાણી, કર્મ, ધંધો-વેપાર-નોકરી, મકાનમહેલ-હજીરા, દેવ-ગુરુ-શાસ્ત્ર ઈત્યાદિ-પરવસ્તુ છે. એ પરદ્રવ્યને ને પોતાના વિકારને, કહે છે, નિમિત્ત-નૈમિત્તિકપણું છે. એટલે શું? કે પરદ્રવ્ય તે નિમિત્ત છે અને એના લક્ષ પોતે પરિણમે ત્યાં વિકાર થાય છે તે નૈમિત્તિક છે. ભાઈ ! ચાહે સાક્ષાત્ તીર્થકર પરમાત્માની સ્તુતિમાં ઊભો હોય તોય તે સ્તુતિનો ભાવ પરલક્ષે થયેલો વિકાર છે, ધર્મ
લ્યો, એમ જાણી “સમસ્ત પરદ્રવ્યને ભિન્ન કરવામાં–ત્યાગવામાં આવે ત્યારે સમસ્ત રાગાદિભાવોની સંતતિ કપાઈ જાય છે અને....'
અહા! સમસ્ત પરદ્રવ્ય-દેવ-ગુરુ-શાસ્ત્ર સુદ્ધાં બધાંય-મારાથી ભિન્ન છે એમ વિવેક-ભેદજ્ઞાન કરીને પરદ્રવ્યથી લક્ષ હઠાવી લેવું એનું નામ પદ્રવ્યને ભિન્ન કરવુંત્યાગવું છે. શું કીધું? શુદ્ધ આનંદકંદ પ્રભુ પોતે સ્વતત્ત્વ છે, એની પર્યાયમાં જેટલા પુણ્યપાપના ભાવ થાય તે બધા નૈમિત્તિક ભાવ નિમિત્ત-પરદ્રવ્યના લક્ષે થયા છે. હવે જ્યારે પદ્રવ્ય ને તેના લક્ષે થતો વિકાર-એ બેયનું લક્ષ છોડી દે ત્યારે એણે પારદ્રવ્યનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે.
પ્રશ્ન- કહેવામાં આવે છે તો ખરેખર શું છે?
ઉત્તર- ખરેખર તો એને પરનો સદા ત્યાગ જ છે, અર્થાત્ આત્મા પરથી રહિત જ છે. એણે પરને કદી પોતાનામાં ગ્રહ્યા જ નથી તો ત્યાગની વાત જ ક્યાં રહે છે? આત્મામાં પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ છે જ નહિ. વાસ્તવમાં અનાદિથી એ પોતાના શુદ્ધ ત્રિકાળી સ્વરૂપને ભૂલીને, પરવસ્તુ જે નિકટ ઉપસ્થિત છે તેનું લક્ષ કરીને તેના આશ્રયે પરિણમે છે અને તેથી તેને પુણ્ય-પાપના ભાવરૂપ વિકાર જ થયા કરે છે. હવે જ્યારે તે પરનું લક્ષ છોડી પરનો આશ્રય છોડે છે તો તે નૈમિત્તિક વિકારને પણ છોડે છે અને ત્યારે એણે પરદ્રવ્યનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. બાકી એક વસ્તુમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com