________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ હોય તે એના કારણે થાય; અને તે કાળે એને પરદ્રવ્યના આશ્રયવાળો શુભભાવ હોય છે, પણ એ છે બંધનું કારણ. ભગવાનનાં દર્શન કરવાનો ને ભગવાનની વાણી સાંભળવાનો ભાવ શુભભાવ છે, પણ એ બંધસાધક ભાવ છે, એનાથી પુણ્યબંધ થશે પણ ધર્મ નહિ.
લ્યો, આમ સમસ્ત પરદ્રવ્યને બળથી ભિન્ન કરીને “નિર્ભરવરત–પૂર્ણ—– સંવિદ્યુ ત ગાત્માને' –અતિશયપણે વહેતું (ધારાવાહી) જે પૂર્ણ એક સંવેદન તેનાથી યુક્ત એવા પોતાના આત્માને ‘સમુપૈતિ' પામે છે....... .... ...
અહાહા....! શું કહે છે? કે સર્વ રાગસંતતિને ઉખેડી નાખવાનો ઈચ્છુક પુરુષ સમસ્ત પરિદ્રવ્યને બળથી ભિન્ન કરીને અર્થાત્ પરદ્રવ્ય તરફનું પૂર્ણ લક્ષ છોડીને અને પૂરણ સ્વભાવથી ભરેલા પૂર્ણાનંદના નાથનો પૂરણ આશ્રય કરીને, અતિશયપણે વહેતું જે પૂર્ણ એક સંવેદન તેનાથી યુક્ત થયો થકો પોતાના આત્માને પામે છે. અહાહા...! પરનો પૂર્ણ આશ્રય છોડયો એટલે અહીં સ્વસ્વરૂપના પૂર્ણ આશ્રમમાં આવ્યો અને ત્યારે એને પૂરણ આનંદનું વેદન આવ્યું એમ કહે છે. સમજાણું કાંઈ....? પૂર્ણ પરદ્રવ્ય તરફનો આશ્રય છોડીને પૂરણ સ્વરૂપ ભગવાન આત્માનો પૂર્ણ આશ્રય કર્યો ત્યાં પર્યાયમાં પૂર્ણ સ્વસંવેદન પ્રગટ થયું, આત્મપ્રાપ્તિ થઈ. લ્યો, આવી વાત બહુ ઝીણી.
ઝીણી વાત છે, પણ આ સત્ય છે. એને જાણવું પડશે. એને જાણ્યા વિના એ અંતર્મુખ થશે શી રીતે? અહા ! જેના જ્ઞાનમાં ખોટપ છે એ તો ક્યાંય પર તરફ ભટકશે, સંસારમાં-ચારગતિમાં રઝળી મરશે. અહીં કહે છે જેને વિકારની સંતતિને ઉખેડી નાખવાની ભાવના છે તે વિકારનું જે નિમિત્ત છે તે સમસ્ત પરદ્રવ્યથી બળથી ખસીનેહુઠીને પૂર્ણ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માના-સ્વદ્રવ્યના પૂર્ણ આશ્રયમાં આવે છે અને ત્યારે તેને અતિશયપણે વહેતું પૂર્ણ એક સંવેદન–આત્માના આનંદનું પૂરણ ધારાવાહી વેદન પ્રગટ થાય છે. અહા ! આવા સંવેદનથી યુક્ત તે પોતાના આત્માને પામે છે. પહેલાં જે પદ્રવ્યના લક્ષે વિકારને પામતો હતો તે હવે સ્વદ્રવ્યના પૂરણ આશ્રયમાં આવતાં પૂરણ એક સ્વસંવેદન સહિત આત્માને પામે છે. અહા ! આવો મારગ ! લોકોએ અત્યારે એને વીંખી નાખ્યો છે. રાગમાં રગદોળી નાખ્યો છે.
અહા ! “પૂરણ એક સંવેદન તેનાથી યુક્ત આત્માને પામે છે.” સિદ્ધાંત તો જુઓ. ભગવાન પૂર્ણાનંદના નાથને પૂરણ અવલંબતાં પૂરણ એક સ્વસંવેદનની પ્રગટતા સહિત તે આત્માને પામે છે. હવે કહે છે- “યેન જેથી “ભૂતિતવશ્વ: : ભાવાન બત્મા' જેણે કર્મબંધને મૂળથી ઉખેડી નાખ્યું છે એવો આ ભગવાન આત્મા ‘નાત્મનિ' પોતામાં જ (-આત્મામાં જ ) ટૂર્નતિ' સ્કુરાયમાન થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com