________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૮૬-૨૮૭ ]
[ ૩૫૫ છે તેનું શું કહેવું? તથા પોતાને માટે કરેલા આહારને ગ્રહણ કરે તેનું પણ શું કહેવું? એ તો પાપમાં ઊભો છે. અહા ! પહેલાને શ્રદ્ધાનનો દોષ છે ને બીજાને ખોટી શ્રદ્ધા સહિત ચારિત્રદોષ છે. ભાઈ ! આ કોઈ વ્યક્તિની વાત નથી. આ તો સનાતન દિગંબર જૈનદર્શન-અનંતા તીર્થકરોએ પ્રરૂપેલો મારગ-તે આ છે એમ વાત છે. અહા ! આવો મારગ ને આવી વાત દિગંબર સિવાય બીજે ક્યાંય નથી.
હવે કહે છે- “અને જેણે તત્ત્વજ્ઞાનપૂર્વક તે આહારને પચખ્યો છે તેણે તેના નિમિત્તે થતા ભાવને પચખ્યો છે.”
અહા ! તત્ત્વજ્ઞાનપૂર્વક એટલે શુદ્ધ અંતઃતત્ત્વ પ્રભુ આત્માના જ્ઞાન-શ્રદ્ધાન સહિત જેણે ઉશિક આદિ આહારને પચખ્યો-છોડ્યો છે તેણે તેના નિમિત્તે થતા વિકારના ભાવને પચખ્યો છે અર્થાત્ તેને તેવો વિકાર ઉત્પન્ન જ થતો નથી.
ત્યારે કોઈ વળી કહે છે અત્યારે તો ઉશિક આહાર જ છે; બશેર પાણીનોય નિર્દોષ આહાર મળી શકે નહિ એવી સ્થિતિ છે. તો શું કરવું?
શું કરવું? એ તો કહ્યું ને કે-દિગંબર ભાવલિંગી સંત-મુનિવરને ઉશિક આદિ દોષવાળા આહારનો ભાવ હોતો નથી; એને એ ભાવોનું પચખાણ છે. તથાપિ કોઈ વિવશ થઈ ઉશિક આદિ આહારને ગ્રહણ કરે છે તો તેને અંતરંગમાં મુનિપણું હોતું નથી. કોઈને રુચ, ન રુચે પણ મારગ તો આવો છે. જેને મારગનું શ્રદ્ધાન નથી તેને મોક્ષમાર્ગ કેમ હોય? એ તો મિથ્યામાર્ગમાં જ છે. સમજાણું કાંઈ..?
આ રીતે સમસ્ત દ્રવ્યને અને ભાવને નિમિત્ત-નૈમિત્તિક ભાવ જાણવો.”
આ રીતે” એટલે આ દાંતે સમસ્ત અન્યદ્રવ્ય તે નિમિત્ત અને એના લક્ષે ઉત્પન્ન થતો ભાવ-વિકાર તે નૈમિત્તિક-એમ દ્રવ્યને અને ભાવને નિમિત્ત-નૈમિત્તિકભાવ છે. અહાહા....! ભગવાન કહે છે–અમે (તારા માટે) પરદ્રવ્ય છીએ તેથી અમારા તરફ તારું જેટલું લક્ષ જશે તેથી તેને વિકાર જ થશે. અહા ! પોતાના આત્મા સિવાય સન્મેદશિખર ને શત્રુંજય આદિ બધાં નિમિત્ત છે અને એમાં લક્ષ જાય તેથી નૈમિત્તિક રાગ થાય છે–એમ કહે છે.
પણ જાત્રા કરીએ તો ધર્મ થાય કે નહિ?
ભાઈ ! જાત્રા અંદરમાં સ્વદ્રવ્ય જિનસ્વરૂપ ભગવાન શાયકબિંબ છે એની કરે તો ધર્મ થાય. બાકી અશુભથી બચવા બહારમાં જિનબિંબ આદિના લક્ષે શુભભાવ હો, પણ તે ધર્મ નથી, ધર્મનું કારણેય નથી. વાસ્તવમાં એ બંધસાધક ભાવ છે.
ત્યારે કાંઈ (ભક્તિ, પૂજા, જાત્રા વગેરે) કરવું જ શું કામ?
કોણ કરે ભાઈ ? પૂર્ણ વીતરાગ ન હોય ત્યાં લગી એને હેયબુદ્ધિએ એ ભાવ આવ્યા વિના રહે નહિ. પણ એ (-જ્ઞાની) કર્તવ્યબુદ્ધિએ એને કરતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com