________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૮૬-૨૮૭ ]
[ ૩૫૧
‘ જયધવલ ’ માં તો ત્યાં સુધી લીધું છે કે- મેં એક શુદ્ધોપયોગની પ્રતિજ્ઞા કરી હતી, પણ એમાં હું ન રહી શક્યો ને આ છ કાયની દયાનો વિકલ્પ થયો, નિર્દોષ આહારનો વિકલ્પ થયો એમાં મારી પ્રતિજ્ઞા તૂટી ગઈ, એમાં પચખાણનો ભંગ થયો; કેમકે પરતરફના વલણનો ભાવ વિકાર છે. એક સ્વદ્રવ્યના વલણનો ભાવ નિર્વિકાર છે. એમ કે મારે સ્વદ્રવ્યમાં જ રહેવું એવી પ્રતિજ્ઞા લીધી હતી ત્યાં અરે! આ છ કાય આદિના વિકલ્પ !
જીઓ, મુનિને નિર્દોષ આહાર લેવાનો વિકલ્પ આવે એમાં મુનિદશાને બાધ નથી, એથી મુનિપણું જાય નહિ પણ એને અધઃકર્મી, ઉદ્દેશિક આદિ દોષયુક્ત આહાર લેવાનો વિકલ્પ આવે તો ત્યાં મુનિપણું રહેતું નથી. આવી વાત છે. તિ કરવું હોય તેણે હિતની સત્ય વાત સમજવી જ પડશે.
અહીં તો સઘળાય પદ્રવ્ય તરફનું વલણ એટલે આહારનું, વિહારનું, દેવ-ગુરુશાસ્ત્ર પ્રત્યે વિનય-ભક્તિનું વલણ છોડીને એક સ્વદ્રવ્યમાં આવવું ને રહેવું એ મુનિને હોય છે અને એ વાસ્તવિક મુનિદશા છે–એમ સત્ય સિદ્ધાંત સિદ્ધ કરે છે.
પ્રશ્ન:- તો પછી પ્રતિક્રમણ કરે કે નહિ ?
ઉત્તરઃ- સ્વદ્રવ્યમાં આવવું ને રહેવું તે અસ્તિ ને ૫૨દ્રવ્યથી-છ કાય આદિથી હઠવું તે નાસ્તિ-એ પ્રતિક્રમણ છે. અહાહા...! નિર્મળાનંદના નાથ પ્રભુ આત્મામાં આવીને વસવું તે પરથી ખસવું છે ને તે પ્રતિક્રમણ છે. આ સિવાય પદ્રવ્ય તરફ લક્ષ જાય-એ તો કહ્યું ને કે- ‘પરવળાવો દુશ' એ દુર્ગતિ છે, એ ચૈતન્યની ગતિ નથી. વિકાર થાય એ કાંઈ ચૈતન્યની ગતિ નહિ. અહો! આવી વાત દિગંબર સિવાય બીજે ક્યાંય છે નહિ.
અહા ! ભાષા તો જુઓ! કે જેમ ઉદ્દેશિક આહારને છોડતો મુનિ તે સંબંધીના બંધસાધક ભાવને છોડે છે તેમ આત્મા સિવાય જેટલા પદ્રવ્યો છે તે બધાય તરફના લક્ષને છોડે છે તે તેના સંબંધે થતા વિકારી ભાવને પણ છોડે છે. પણ આ બધું તત્ત્વજ્ઞાનપૂર્વક હોં; બાકી સમ્યગ્દર્શન વિના પોતાને માટે કરેલું ઉદ્દેશિક ન લે–એવું તો એણે અનંતવાર કર્યું છે ને અનંતવાર નવમી ત્રૈવેયક ગયો છે. પણ એથી શું? ભવનો એક ફેરોય ઘટયો નહિ.
વીતરાગનો મારગ ભારે આકરો બાપા! પ્રથમ તો પરદ્રવ્યથી લાભ થાય એ દષ્ટિ મિથ્યાત્વ છે, સમકિતીને પરદ્રવ્યમાં લાભની દૃષ્ટિ નથી છતાં પદ્રવ્ય તરફનું જેટલું લક્ષ રહે છે એટલો ચારિત્રનો દોષ છે. એ ચારિત્રના દોષને મટાડવાની આ વાત છે કે સમસ્ત પરદ્રવ્યને પચખતો તે તત્સંબંધી નૈમિત્તિક વિકારને છોડે છે અર્થાત્ ચારિત્ર દોષને મટાડે છે. પરદ્રવ્યમાં લક્ષ જતું હતું તે ચારિત્રદોષ હતો, હવે પદ્રવ્યથી લક્ષ છોડતાં ચારિત્રનો દોષ છૂટી જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com