________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૮૬-૨૮૭ ]
[ ૩૪૭
નથી કારણ કે તેઓ પરદ્રવ્યના પરિણામ હોવાથી તેમને આત્માના કાર્યપણાનો અભાવ છે,... ’
શું કહે છે? કે એને માટે કરેલો જે આહાર છે એને લેવાના એ ( –મુનિ ) દોષયુક્ત પરિણામ કરતો જ નથી. નિર્દોષ હોય તો લે નહિતર મુનિ ચાલ્યા જાય. એને માટે બનાવેલું છે એ લે તો એ રાગ છે, (ભૂમિકાથી વિરુદ્ધનો એ રાગ છે.) ને રાગનું કાર્ય તો અજ્ઞાનીનું છે, એનું (-જ્ઞાનીનું, મુનિનું) નહિ. પોતાને માટે બનેલો આહાર લે એ ધર્મીનું–મુનિનું કાર્ય નથી; અહા! એ આત્માનું કાર્ય નથી.
પ્રશ્ન:- એ આત્માનું કાર્ય નથી તો પછી એ લે તો શું વાંધો?
ઉત્ત૨:- ના, એ કદીય ના લે. અહીં તો એના માટે બનાવેલા આહારને લેવાનો એને ભાવ હોતો જ નથી તેથી તે એનું કાર્ય નથી એમ કહ્યું છે. સમજાણું કાંઈ.... ? મુનિરાજને-ભાવલિંગી સંતને પોતાને માટે બનાવેલાં આહા૨-જળ લેવાના પરિણામ થતા જ નથી માટે તે એનુંઆત્માનું કાર્ય નથી, કેમકે એ રાગના પરિણામ પરદ્રવ્યનાપુદ્દગલના પરિણામ છે. આવી વાત છે!
· માટે અધઃકર્મ અને ઉદ્દેશિક એવું નિત્ય અચેતન હોવાથી તેને મારા કાર્યપણાનો અભાવ છે,’
પુદ્દગલદ્રવ્ય તે મારું કાર્ય નથી કારણકે તે
જોયું ? ‘અધઃકર્મ અને ઉદ્દેશિક એવું પુદ્દગલદ્રવ્ય મારું કાર્ય નથી' એનો અર્થ એ છે કે એ લેવાના પરિણામ મારા (આત્માના) હોઈ શકે જ નહિ, એ તો પરમાણુનાજડના છે. અહા! જેની દષ્ટ શુદ્ધની છે અર્થાત્ જે શુદ્ધ દષ્ટિવંત છે એને અશુદ્ધતા પોતાનું કાર્ય હોય જ નહિ અર્થાત્ તે અશુદ્ધતાનો કર્તા છે જ નહિ, અશુદ્ધતા તો જડ-પુદ્દગલનું કાર્ય છે.
વિ. સં. ૧૯૬૯ માં પ્રશ્ન થયો હતો કે–તમારા માટે મકાન બનાવ્યું, તમે કર્યું નથી, કરાવ્યું નથી; તો એને વાપરો તો એમાં શું? એમ કે એમાં શું દોષ ?
ત્યારે કહ્યું કે નવકોટિમાં એક ‘ અનુમોદના ’ ની કોટિ એમાં તૂટે છે. વાપરે તો નવકોટિમાં એક કોટિએ ભંગ થતાં નવે કોટિ જૂઠી થઈ જાય છે. અહા! મુનિરાજ કહે છે– અધઃકર્મ આદિ અશુદ્ધતા અમારું કાર્ય જ નથી.
અહાહા....! મુનિરાજ શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ આત્મામાં અંતર્નિમગ્ન હોય છે. તે સમ્યગ્દર્શન-જ્ઞાન ને પ્રચુર આનંદના સ્વામી છે. તેથી તેની ભૂમિકામાં ઉદ્દેશિક આહાર ન લેવો એટલે કે એને લેવા પ્રત્યેનો ભાવ ન થવો એ સહજ છે; અને એને ઉદ્દેશિકનો ત્યાગ ને પચખાણ કહે છે. અહાહા...! અધઃકર્મ ને ઉદ્દેશિક આહાર એ તો પુદ્દગલદ્રવ્યનું કાર્ય છે, એને મુનિરાજ લે એ રાગનું અજ્ઞાનમય કાર્ય છે, પણ એવો રાગ એ મુનિદશામાં હોય જ નહિ. તેથી કહે છે કે–એ મારું કાર્ય નથી, એ નિત્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com