________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૩૭ થી ૨૪૧ ]
[ ૧૯ સાથે એકત્વ કરવું, ભેળવી દેવું તે બંધનું કારણ છે એમ અહીં સિદ્ધ કરવું છે. વળી બીજી જગ્યાએ જયાં મોક્ષનું કારણ સિદ્ધ કરવું હોય ત્યાં એમ આવે કે-નિશ્ચયરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ એ મોક્ષનું કારણ છે અને વ્યવહા૨ત્નત્રયનો જે રાગ છે તે બંધનું કારણ છે. પણ એ તો (સમકિતીને) મોક્ષના કારણની ને બંધના કારણની ભિન્નતા ત્યાં સ્પષ્ટ કરવી છે. અહીં તો મિથ્યાદષ્ટિને કેમ બંધ છે એ સિદ્ધ કરવું છે. તેથી એને તો રાગનું ઉપયોગમાં એકત્વ કરવું એ બંધનું કારણ છે એમ સિદ્ધ કર્યું છે. આવી વાત છે.
હવે આમાં કોઈ કહે છે સંગઠન (સંપ ) કરવું હોય તો વીતરાગભાવથી પણ લાભ થાય અને રાગથી પણ લાભ થાય એમ અનેકાન્ત કરો. મતલબ કે વીતરાગભાવ પણ મોક્ષનું કારણ છે અને શુભરાગ-પુણ્યભાવ પણ મોક્ષનું કારણ છે એમ માનો તો સંગઠન
થઈ જાય.
તો કહીએ છીએ કે-પ્રભુ! આ તારા હિતની વાત છે. શું? કે રાગને-પુણ્યનેભાવને ઉપયોગમાં એકત્વ કરવું એ બંધનું કારણ છે અને રાગને ઉપયોગથી ભિન્ન પાડીને એક્લો (નિર્ભેળ) ઉપયોગ કરવો એ અબંધ-મોક્ષનું કારણ છે. આ મહાસિદ્ધાંત છે. આમાં જરાય બાંધછોડ કે ઢીલાપણું ચાલી શકે નહિ. રાગથી લાભ થાય એમ માને એ તો રાગથી પોતાનું એકત્વ કરનારો છે; તે મિથ્યાદષ્ટિ છે અને તેને બંધ જ થાય, મોક્ષ ન થાય આવી વાત છે!
અહાહા...! અહીં કહેવું છે કે આત્માના ચૈતન્યના વેપા૨માં રાગનું એકત્વ કરવું છોડી દે કેમકે ઉપયોગમાં-ચૈતન્યની પરિણતિમાં રાગનું એકત્વ કરવું એ બંધનું કારણ છે. ભાઈ ! ચાહે તો દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિનો રાગ હો, ચાહે મહાવ્રતાદિનો વિકલ્પ હો, વા ચાઢે ગુણ–ગુણીના ભેદનો વિકલ્પ હો-એને ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા સાથે એકત્વ કરે એ મિથ્યાત્વ છે અને એ જ સંસાર અને ચાર ગતિમાં રખડવાનું મૂળિયું છે. શું કહ્યું? ભક્તિ કે વ્રતાદિના વિકલ્પ તે મિથ્યાત્વ છે એમ નહિ, પણ તે વિકલ્પને-રાગને ઉપયોગમાં એકમેક કરવો તે મિથ્યાત્વ છે અને તે બંધનું સંસારનું મૂળ કારણ છે.
ગાથા ૨૩૭ થી ૨૪૧ઃ ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન
· અહીં નિશ્ચયનય પ્રધાન કરીને કથન છે.'
એટલે કે વ્યવહારનો રાગ છે એને અહીં ગૌણ કરી નાખ્યો છે. જ્ઞાનીને અસ્થિરતાનો રાગ છે પણ એ વાત અહીં લેવી નથી. અહીં તો નિશ્ચય વસ્તુ જે શુદ્ધ ચૈતન્ય છે તેના ઉપયોગમાં રાગનું કરવું એ બંધનું કારણ છે એમ વાત છે. સમ્યગ્દર્શન થયા બાદ જે અલ્પ રાગ થાય અને તે વડે તેને જે અલ્પ બંધ થાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com