SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ તારા ત્રિકાળી શુદ્ધ અસ્તિત્વમાં છે જ નહિ, માટે એ બેયથી પાછો ફર ને બેયને છોડી દે. જાઓ, આ બંધ અધિકાર છે. એમાં અહીં એમ વાત લીધી છે કે આત્મા ખરેખર સ્વભાવથી અકારક જ છે. પરંતુ સ્વ-દ્રવ્યને છોડીને તે જ્યાં સુધી પરદ્રવ્યના લક્ષે પરિણમે ત્યાં સુધી તેને રાગાદિ વિકાર થાય છે અને તેથી તેને બંધ પણ થાય છે. ત્યાં પરદ્રવ્ય છે તે નિમિત્ત છે; અને એના લક્ષે થયેલો વિકારી ભાવ છે તે નૈમિત્તિક છે. એ બેને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એક સમયની પર્યાયમાં છે, પણ બેય વસ્તુ-આત્માના સ્વભાવમાં નથી. આત્માનો સ્વભાવ જો વિકારરૂપ થવાનો હોય તો વિકાર ને વિકારના નિમિત્તોથી ખસવાનું એને કદીય બને નહિ; અને તો દ્રવ્યભાવરૂપ અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાન છોડ એવો ભગવાનનો ઉપદેશ નિરર્થક જ થાય. પણ એમ છે નહિ, કેમકે વિકાર-રાગદ્વેષાદિ ભાવો નૈમિત્તિક છે, સ્વભાવ-ભાવ નથી; સ્વભાવના લક્ષે તે અવશ્ય છોડી શકાય છે. - જેમકે કુદેવ-કુગુરુ આદિ પરદ્રવ્યના લક્ષે જીવ પરિણમે ત્યાં સુધી તેને મિથ્યાત્વાદિ ભાવો થાય જ અને તેની બંધ પણ થાય જ. પણ કુદેવ-કુગુરુ આદિ પરદ્રવ્યનું લક્ષ છોડ, એના લક્ષે થતા વિભાવનું લક્ષ છોડે અને સ્વલક્ષમાં જાય ત્યાં દ્રવ્ય-ભાવ-બેયનું પ્રતિક્રમણ થાય છે અને એ ધર્મ છે, ઝીણી વાત છે ભાઈ ! જેણે ધર્મ કરવો છે એણે પોતાનું લક્ષ ફેરવવું જોઈએ. અહા! અનાદિથી પરદ્રવ્યના અને વિકારના લક્ષ પરિણમી રહ્યો છે પણ એથી તો રાગદ્વેષાદિ વિકાર-અધર્મ જ થાય છે. તેથી ત્યાંથી લક્ષ ફેરવી સ્વમાં લક્ષ કરવું જોઈએ, કેમકે સ્વસ્વરૂપમાં પરદ્રવ્ય નિમિત્તેય નથી અને નૈમિત્તિક વિભાવેય નથી. અહાહા...! પરદ્રવ્યનિમિત્ત અને એના લક્ષે થતા વિકારી પરિણામ-એ બેયના અભાવસ્વભાવરૂપ ભગવાન આત્માનો સ્વભાવ છે; અને તેથી દ્રવ્ય-ભાવરૂપ બેયનું પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનો ભગવાનનો ઉપદેશ છે. સમજાણું કાંઈ..? અહાહા...! ભગવાન કહે છે-કુદેવ, કુગુરુ ને કુશાસ્ત્રનું લક્ષ છોડ, સ્ત્રી-કુટુંબ, પરિવાર આદિનું લક્ષ છોડ અને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનુંય લક્ષ છોડ (એમ સર્વ પદ્રવ્યનું લક્ષ છોડ ); અને પરના લક્ષે થતા વિકારને પણ છોડ. આમ દ્રવ્ય ને ભાવબેયને ભગવાન છોડાવે છે. એનો અર્થ શું થયો ? કે નહિ છોડવારૂપ ભાવ જે તારી પર્યાયમાં પડ્યો છે તે તારો સ્વભાવ નથી. અહાહા....! પરદ્રવ્યેય તારો સ્વભાવ નથી ને પરભાવેય તારો સ્વભાવ નથી. તારો તો પ્રભુ? એક જ્ઞાતા-દષ્ટા સ્વભાવ છે. પરના લક્ષમાં રહેવું ને રાગનું-વિકારનું કરવું એ એમાં (–સ્વભાવમાં) છે જ નહિ. માટે એ બેયથી (પરદ્રવ્ય ને પરભાવથી ) ખસી જા અર્થાત્ અંદર સ્વભાવમાં જા, સ્વભાવમાં વસ ને ત્યાં જ સ્થિત થા. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008289
Book TitlePravachana Ratnakar 08
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages551
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy