________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૩૨૭
સમયસાર ગાથા ૨૮૩ થી ૨૮૫ ]
હવે આ વાણિયાને હાથ પડયો જૈનધર્મ! બિચારા વેપાર આડે નવરા પડે તો આનો વિચાર કરે ને ? આખો દિ' આ ભાવે લીધું ને આ ભાવે દીધું ને આટલું કમાણો– બસ એના સિવાય બીજો (–તત્ત્વનો ) વિચાર જ ન હોય ત્યાં શું થાય? પણ ભાઈ! આ સમજવું પડશે હોં. તારા રૂપિયા તો કયાંય તિજોરીમાં રહેશે અથવા અન્ય અવસ્થાએ રહેશે, આ દેહ બળીને ખાખ થશે ને તું કયાંય ચાલ્યો જઈશ હોં. બધુંય ફરી જશે ભાઈ ! ક્ષેત્ર ફરી જશે, કાળ ફરી જશે, ભવ ફરી જશે ને ભાવ ફરી જશે. ભગવાન! તું કયાં જઈશ ? અહીં તો મોટો કરોડપતિ શેઠ હોય ને મરીને અ૨૨૨! વાંદરી ને કુતરીને પેટે જાય ! શું થાય ? માંસ-દારૂનું સેવન હોય નહિ એટલે નરકે તો ન જાય પણ માયા-કપટ ને આડોડાઈ ઘણી હોય એટલે આડોડાઈમાં જાય. આડોડાઈ એટલે આ ઢોરના શરીર આમ આડાં હોય છે એમાં જાય.
ધર્મ તો કર્યો ન હોય ને સ્વાધ્યાય આદિય ન કરે એટલે પુણ્યનાંય ઠેકાણાં ન હોય અને ધૂળ-પૈસા કમાવામાં ખૂબ ફૂડ-કપટ-માયા કરે એટલે મરીને ઢોરમાં-તિર્યંચમાં જ જાય. માટે કહે છે-ભાઈ! એ પ્રપંચના ભાવ છોડીને સ્વ-સ્વરૂપમાં ઉદ્યમી થા. તારો ભગવાન એ પ્રપંચના ભાવોથી ભિન્ન છે. માટે પ્રપંચના ભાવોથી અને એનાં બાહ્ય નિમિત્તોથી હઠી જા. અહા! એ રાગદ્વેષાદિ ભાવો પરલક્ષે કૃત્રિમ ઊભા થયા છે; ભગવાન આત્મા એનો ખરેખર કર્તા નથી; જો કર્તા હોય તો ‘એનાથી હઠી જા' એવો ભગવાનનો જે ઉપદેશ છે તે જ ન હોઈ શકે. સમજાણું કાંઈ...? હવે કહે છે
અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો જે ખરેખર દ્રવ્ય અને ભાવના ભેદે દ્વિવિધ ( બે પ્રકારનો ) ઉપદેશ છે તે, દ્રવ્ય અને ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાને જાહેર કરતો થકો, આત્માના અકર્તાપણાને જ જણાવે છે.’
"
શું કીધું? કે વિકારનો ભાવ તે નૈમિત્તિક છે ને બાહ્યવસ્તુ જે સ્ત્રી-પુત્ર-પરિવાર, ધન, વેપા૨-ધંધો વગેરે તે નિમિત્ત છે. એ બેને પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. ત્યાં એ નિમિત્ત છે તો વિકાર થયો એમ નથી, અને વિકાર થયો માટે નિમિત્ત-ત્યાં આવ્યું એમેય નથી. પોતે પોતાના સ્વભાવને ભૂલીને વિકારભાવ કરે છે ત્યારે ત્યાં બીજી ચીજ સામે નિમિત્ત હોય છે બસ. આવો વિકારને ને બીજી ચીજને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે.
અહા ! આ પુણ્ય-પાપના જે અસંખ્ય પ્રકારે વિકારી ભાવ છે એ નૈમિત્તિક છે અને બાહ્યચીજો એમાં નિમિત્ત છે. એ નિમિત્તને દ્રવ્ય કીધું ને વિકારને ભાવ કીધો. એ દ્રવ્ય અને ભાવને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. એ બેયનો સંબંધ છોડ એમ કહે છે; કારણ કે એ નિમિત્તના લક્ષે થયેલા વિકારો એ કાંઈ વાસ્તવિક-સાચું આત્મ સ્વરૂપ નથી. ‘એનાથી (બેયથી ) પાછો હઠ' –એ ઉપદેશનો અર્થ જ એ છે કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com