________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૮૩ થી ૨૮૫ ]
[ ૩૨૫ -એવો જે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો બે પ્રકારનો ઉપદેશ છે તે દ્રવ્ય-ભાવના નિમિત્ત-નૈમિત્તિકભાવને જણાવે છે. માટે એમ કહ્યું કે પરદ્રવ્ય તો નિમિત્ત છે અને રાગાદિભાવો નૈમિત્તિક છે. આ રીતે આત્મા રાગાદિભાવોને સ્વયમેવ નહિ કરતો હોવાથી તે રાગાદિભાવનો અકર્તા જ છે એમ સિદ્ધ થયું. આ પ્રમાણે જોકે આ આત્મા રાગાદિભાવોનો અકર્તા જ છે તોપણ જ્યાં સુધી તેને નિમિત્તભૂત પરિદ્રવ્યનાં અપ્રતિક્રમણઅપ્રત્યાખ્યાન છે ત્યાં સુધી તેને રાગાદિભાવોનાં અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે, અને જ્યાં સુધી રાગાદિભાવોનાં અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે ત્યાં સુધી તે રાગાદિભાવોનો કર્તા જ છે; જ્યારે તે નિમિત્તભૂત પરદ્રવ્યનાં પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરે ત્યારે તેને નૈમિત્તિક રાગાદિભાવોનાં પણ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન થઈ જાય છે, અને જ્યારે રાગાદિભાવોના પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન થઈ જાય છે ત્યારે તે સાક્ષાત્ અકર્તા જ છે.
સમયસાર ગાથા ૨૮૩ થી ૨૮૫ : મથાળું હવે પૂછે છે કે આમાં રાગાદિકનો અકારક જ શી રીતે છે? તેનું સમાધાન (આગમનું પ્રમાણ આપીને) કરે છે -
* ગાથા ૨૮૩ થી ૨૮૫ ટીકા ઉપરનું પ્રવચન * “આત્મા પોતાથી રાગાદિકનો અકારક જ છે; કારણ કે જો એમ ન હોય તો (અર્થાત્ જો આત્મા પોતાથી જ રાગાદિભાવોનો કારક હોય તો) અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનના દ્વિવિધપણાનો ઉપદેશ બની શકે નહિ.”
જરી ઝીણો અધિકાર છે, (માટે) ધ્યાન દઈને સાંભળવું. પ્રભુ! કહે છે-શુદ્ધ ચિદાનંદરસકંદ પ્રભુ આત્મા પોતે પોતાના સ્વભાવથી રાગાદિ વિકારપણે થતો નથી. અહાહા ! એક જાણગ-જાણગ-જાણગ જેનો સ્વભાવ છે એવો એક જ્ઞાયક સ્વભાવમય આત્મા રાગાદિ વિકારનો પોતાથી કર્તા થાય એમ છે નહિ. અંતર સ્વભાવથી. માત્મા’ એમ છે ને? મતલબ કે અંતરસ્વભાવથી આત્મા રાગાદિકનો અકારક જ છે. લ્યો, આવી સૂક્ષ્મ વાત !
અરે! અનંતકાળથી એ દુ:ખી છે, દુ:ખથી દાઝેલો છે. જેમ અગ્નિના અંગારાથી શરીર બળે તેમ એ પુણ્ય-પાપરૂપ કપાયને કરનારો નથી. આત્માનો સ્વભાવ તો એકલો જ્ઞાન ને આનંદરૂપ છે. તે રાગને કેમ કરે? આ દયા, દાન, વ્રતાદિ વ્યવહારના વિકલ્પ હોય છે ને? ભગવાન આત્મા એનોય સ્વભાવથી કર્તા નથી, અકારક જ છે.
પ્રશ્ન:- આવો સ્વભાવ છે તો એને રાગ કેમ થાય છે? ઉત્તર- એ પરનું લક્ષ કરે છે ને? પરનો હું સ્વામી છું એમ માનીને પરનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com