________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૩૭ થી ૨૪૧ ]
[ ૧૭ હવે બધાનો સરવાળો કરી સિદ્ધાંત કહે છે-“માટે ન્યાયબળથી જ આ ફલિત થયું કે, જે ઉપયોગમાં રાગાદિકરણ (અર્થાત્ ઉપયોગમાં જે રાગાદિકનું કરવું), તે બંધનું કારણ છે.'
અહાહાભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ સદા ચૈતન્ય ઉપયોગસ્વરૂપ છે. તેનો પરિણમનરૂપ ઉપયોગ જે જ્ઞાન તેમાં રાગની એકતા કરવી તે બંધનું કારણ છે એમ કહે છે. રાગ હો; પણ એ બંધનું (મુખ્ય) કારણ નથી, પરંતુ રાગમાં એકતાબુદ્ધિ હોય તે બંધનું કારણ છે. અહા! અહીં દર્શનશુદ્ધિથી એકદમ વાત ઉપાડી છે. મિથ્યાષ્ટિને રાગમાં એકતાબુદ્ધિ છે તે જ બંધનું કારણ છે એમ સિદ્ધ કરવું છે ને? એટલે સમ્યગ્દષ્ટિને જે અલ્પ રાગ છે અને તેનાથી મિથ્યાત્વ ને અનંતાનુબંધી સિવાયનો જે અલ્પ બંધ છે તેને અહીં ગૌણ ગણી તે બંધનું કારણ નથી એમ કહ્યું છે. અહા ! સમકિતીને અસ્થિરતાના રાગને કારણે જે અલ્પબંધ છે તેને મુખ્ય ન ગણતાં મિથ્યાષ્ટિને રાગની એકતાબુદ્ધિથી જે મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો બંધ થાય છે તે જ મુખ્યપણે બંધ છે એમ અહીં સિદ્ધ કરવું છે.
| ‘વીરોગમૂલ્યો' -વ્યવહાર અભૂતાર્થ નામ અસત્યાર્થ છે એમ ગાથા ૧૧ માં કહ્યું છે. ત્યાં અસત્યાર્થ કહીને પછી ૧૨ મી ગાથામાં કહ્યું કે વ્યવહાર છે, તે સત્ છે, જાણેલો પ્રયોજનવાન છે. કોઈ ને એમ થાય કે ૧૧ મી ગાથામાં વ્યવહાર અસત્ય છે અર્થાત્ છે નહિ, અવિધમાન છે એમ કહ્યું તો પછી ૧૨ મી ગાથામાં વ્યવહાર છે એમ ક્યા થી આવ્યું?
ભાઈ ! એનો અર્થ એમ છે કે ૧૧ મી ગાથામાં સમકિતીને શુદ્ધનયનો આશ્રય (શુદ્ધનયના આશ્રયે જ સમક્તિ છે એમ) સિદ્ધ કરવો છે તેથી ત્યાં વ્યવહારને ગૌણ કરીને નથી, અભૂત-અવિદ્યમાન છે એમ કહ્યું છે અને ૧૨ મી ગાથામાં સમકિતીને અસ્થિરતાનો અલ્પ રાગ છે તે સિદ્ધ કરવો છે તેથી વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ ત્યાં કહ્યું છે. તેથી તો પંડિત શ્રી જયચંદજીએ ખુલાસો કર્યો કે વ્યવહારને જે અસત્ય કિધો છે તે ગૌણ કરીને કીધો છે પણ અભાવ કરીને અસત્ય કીધો નથી. બંધના કારણમાં પણ અહીં એમ જ સમજવું.
અહા! આશ્રય કરવાના સંબંધમાં ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જ મુખ્ય છે. તેથી ત્યાં (૧૧ મી ગાથામાં) મુખ્ય જે દ્રવ્યસ્વભાવ છે તેને નિશ્ચય કહીને તે સત્યાર્થ છે એમ કહ્યું છે અને પર્યાયને વ્યવહાર કહીને અસત્ કીધી. આશય એમ છે કે મુખ્ય જે દ્રવ્યસ્વભાવ તેની દષ્ટિ કરતાં સમકિત થાય છે માટે તે સત્યાર્થ છે એમ કહીને પર્યાયને ગૌણ કરી અસત્યાર્થ કહીને નથી એમ કહેવામાં આવ્યું છે.
ભાઈ ! આ તો વીતરાગનો માર્ગ છે. એમાં વીતરાગતા કેમ થાય એનું રહસ્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com