________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૮૧ ]
[ ૩૧૭
સ્વભાવથી અનાદિ સંસારથી માંડીને ચ્યુત જ છે. અહાહા...! પોતે નિત્યાનંદ સહજાનંદ પ્રભુ ત્રિકાળ ચિદાનંદરસનો કંદ છે. અહા ! જ્ઞાન અને આનંદ એક એનો સ્વભાવ છે. પણ એવા સ્વભાવ ઉપર એની અનાદિકાળથી દૃષ્ટિ નથી; એનો સ્વભાવ પ્રતિ ઝુકાવ નથી. તેથી પોતાના શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવી આત્માને નહિ જાણતો અજ્ઞાની સ્વસ્વરૂપથી ચ્યુત જ છે. કયા૨થી ? તો કહે છે-અનાદિ સંસારથી.
અનાદિથી પોતે છે. વસ્તુ શુદ્ધ ચૈતન્યરસકંદ પ્રભુ અનાદિની છે; ને ભૂલેય પર્યાયમાં અનાદિની છે. એમ નથી કે પહેલાં પર્યાયમાં શુદ્ધ હતો ને પછીથી અશુદ્ધ-મલિન થયો. અનાદિથી પોતે અંદર જ્ઞાનાનંદસ્વભાવી છે એનાથી અજાણ છે. અહા! પોતે કોણ છે? –એની એને બિચારાને અનાદિથી ખબર નથી. તેથી અનાદિથી જ તે પોતાના શુદ્ધ ચિદ્રૂપ સ્વરૂપથી ચ્યુત અર્થાત્ ભ્રષ્ટ જ છે.
અહા ! એને ખબરેય કયાં છે કે-હું સ્વસ્વરૂપથી ચ્યુત-ભ્રષ્ટ છું? એ તો જે પર્યાય આવી તેમાં તલ્લીન-તદ્રુપ થઈ વર્તે છે; શરીરાદિમાં તલ્લીનપણે વર્તે છે. દીક બાયડીછોકરાંનો યોગ થયો તો એમાં બિચારો રોકાઈને ગુંચાઈ જાય છે. અરે! અનાદિથી આમ તે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપથી ચ્યુત જ છે.
અહા ! અજ્ઞાની અનાદિથી શુદ્ધસ્વભાવથી વ્યુત જ છે. કેમ? કારણ કે તે યથોક્ત ભગવાને કહેલા વસ્તુસ્વભાવને જાણતો નથી. જુઓ, આમાં એમ ભાષા નથી લીધી કે કર્મને લઈને ચ્યુત છે; જો કે કર્મ જોડે અનાદિનું છે છતાં કર્મને લઈને એ ચ્યુત છે એમ નથી પણ પોતે પોતાના શુદ્ધસ્વભાવને જાણતો નથી માટે ચ્યુત છે. ( એવી જ અનાદિકાલીન પર્યાય-યોગ્યતા છે).
હવે કહે છે– ‘ તેથી કર્મના ઉદયથી ઉત્પન્ન થતા રાગદ્વેષમોહાદિ ભાવોરૂપે પરિણમતો અજ્ઞાની રાગદ્વેષમોદિ ભાવોનો કર્તા થતો થકો (કર્મોથી ) બંધાય જ છે-એવો નિયમ છે.'
જુઓ, પોતે અંદર શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. તેથી એણે ખરેખર શુદ્ધસ્વભાવભાવપણે પરિણમવું-થવું જોઈએ. અહાહા...! અતીન્દ્રિય આનંદ૨સકંદ પ્રભુ પોતે છે તો અતીન્દ્રિય આનંદપણે થવું જોઈએ; પણ એમ ન થતાં-પરિણમતાં તે રાગ-દ્વેષમોહના ભાવરૂપે પરિણમે છે અને એ ભાવોનો કર્તા થાય છે.
‘ કર્મના ઉદયથી ઉત્પન્ન થતા રાગદ્વેષમોહાદિ' એમ છે ને? એનો અર્થ એ કે પોતે સ્વભાવથી વ્યુત-ભ્રષ્ટ હોવાથી રાગદ્વેષમોહાદિરૂપે થાય છે-પરિણમે છે અને ત્યારે તેમાં કર્મનો ઉદય નિમિત્ત છે. કર્મના ઉદયે રાગદ્વેષાદિ ઉત્પન્ન કર્યા છે એમ નહિ, કર્મ તો નિમિત્ત એક ૫૨ વસ્તુ છે એટલું, પણ પોતે અનાદિથી સ્વરૂપથી ચ્યુત છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com