________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ ‘ण वि उत्पजइ ण वि मरइ बन्धु ण मोक्खु करेइ' અહાહા...! જેને ત્રિકાળી કહીએ તે ભગવાન આત્મા જન્મ-મરણેય કરતો નથી કે બંધ-મોક્ષનેય કરતો નથી. અહા ! દ્રવ્ય ત્રિકાળી પર્યાયને કરતું નથી એવું અપરિણમનરૂપ છે. પર્યાય જે પલટતી દશા છે તેમાં વિકાર છે, સંસાર છે ને મોક્ષનો મારગ ને મોક્ષ પણ એ પલટતી દશામાં-પર્યાયમાં છે, દ્રવ્યદષ્ટિએ દ્રવ્યમાં બંધ-મોક્ષ આદિ છે નહિ એવું એ અપરિણમનરૂપ છે.
દ્રવ્ય એટલે વસ્તુ (ચૈતન્યમાત્ર) દ્રવ્ય; આ તમારા પૈસા-બૈસા તે દ્રવ્ય એમ નહિ; પણ વસ્તુ જે અંદર દેહથી ભિન્ન, પુણ્ય-પાપના વિકારથી ભિન્ન અને એક સમયની બંધ-મોક્ષરૂપ પર્યાયથી ભિન્ન અખંડ એકરૂપ રહેલી છે. તે દ્રવ્ય છે, એ દષ્ટિએ એને જાઓ તો તે અપરિણમનરૂપ છે. જેમાં અજ્ઞાન-જ્ઞાનરૂપ કે મિથ્યાત્વ-સમ્યકત્વરૂપ પલટના નથી એવો ત્રિકાળ અનાદિ-અનંત શાશ્વત એવો ને એવો એકસદશ ચિન્માત્ર ભાવ રહેલો છે તે દ્રવ્ય (-આત્મા) અપરિણમનસ્વરૂપ છે.
આત્મામાં બે પ્રકાર: એક ત્રિકાળ ધ્રુવતા ને એક વર્તમાન પલટતી દશા. આ વિચાર પલટે છે ને? એ એની પલટતી દશામાં છે; વસ્તુ જે ધ્રુવ ત્રિકાળ છે એમાં પલટના-બદલવું નથી.
અહા ! આ દ્રવ્ય (ત્રિકાળી) જે છે એ પરને કરતું નથી, શરીર-મન-વાણી ઈત્યાદિનેય કરતું નથી અને પોતાની પર્યાયનેય એ કરતું નથી એવું એ અપરિણમનસ્વભાવી છે.
એને પર્યાયદષ્ટિએ અર્થાત્ કર્મના નિમિત્તથી થતી વર્તમાન અવસ્થાની દશાથી જોઈએ તો પર્યાયમાં એ રાગાદિ વિકારરૂપે થાય છે અને મોક્ષમાર્ગરૂપ ધર્મદશારૂપે પણ તે થાય છે. મોક્ષમાર્ગ ને મોક્ષની દશા પણ એની પર્યાયમાં થાય છે. પણ દ્રવ્યદષ્ટિએ એ બદલતું નથી એવું અપરિણમન સ્વરૂપ છે.
કોઈને એમ થાય કે હવે આમાં શું શીખવું? આ બે ઘડી સામાયિકને પડિક્કમણ ભણી લીધું એટલે થઈ ગયો ધર્મ. પણ બાપુ! એ તો રાગ છે ને ધર્મ તો એનાથી ભિન્ન વીતરાગ છે. ભાઈ ! ધર્મ તો મહા અલૌકિક ચીજ છે ને તે શુદ્ધ ત્રિકાળી દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય છે.
“ઉત્પાવવ્યાધ્રોવ્યયુમ્ સત્' એમ સૂત્ર છે ને? મતલબ કે એક ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય ને બીજી ઉત્પાદ-વ્યયરૂપ પર્યાય-એમ આ વીતરાગનું કહેલું સત્ત્વ છે, એમાં નવી નવી અવસ્થા થાય તે ઉત્પાદ-વ્યયરૂપ છે. એને કર્મના નિમિત્તથી વિકાર થાય, ને વળી અવસ્થામાં કર્મનો અભાવ કરીને નિર્વિકારી ધર્મ થાય, એની અવસ્થામાં નિર્દોષ પૂર્ણ કેવળજ્ઞાન ને મોક્ષ થાય. આ બધું ઉત્પાદ-વ્યયરૂપ પલટતી દશામાં થાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com