________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૮
૩૧૦ ]
તથા તેને બીજું કોઈ, કર્મ વગેરે વિકાર કરાવતું નથી.
આમાં બે બોલ લીધા છે:
૧. ધર્મી પુરુષ પોતાની મેળે રાગ-દ્વેષ-મોહ આદિ ભાવે પરિણમતો નથી અને ૨. ૫૨ વડે પરિણમાવાતો નથી.
અહા ! જેણે આત્માના શુદ્ધ વીતરાગ સ્વભાવને જાણ્યો ને અનુભવ્યો છે તેની દષ્ટિ શુદ્ધ સ્વભાવ ૫૨ નિરંતર હોવાથી તેને જ્ઞાનમય પરિણમન જ છે; તે રાગ-દ્વેષ-મોહ આદિ ભાવે કેમ પરિણમે ? ન પરિણમે. અને પોતે વિકા૨૫ણે ન પરિણમે તેને કર્મ આદિ બીજો કેમ પરિણમાવે? ન પરિણમાવે. બીજો પરિણમાવે. છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન માત્ર છે. (એમ છે નહિ). સમજાણું કાંઈ... ? હવે કહે છે
‘માટે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ જ્ઞાની રાગ-દ્વેષ-મોહ આદિ ભાવોનો
અકર્તા જ છે–એવો નિયમ છે.'
માટે એટલે આ કારણે, ટંકોત્કીર્ણ એટલે જેમ પર્વતની શિલાને ટાંકણાથી કોતરી કાઢીને મૂર્તિ બનાવે તેમ ભગવાન આત્મામાંથી પુણ્ય-પાપના વિકલ્પને કાઢી નાખીને એક્લો ચૈતન્યઘન બિંબ પ્રભુ છે તેને જુદો તારવી કાઢે તે ટંકોત્કીર્ણ; આવો ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ પ્રભુ આત્મા છે; અહાહા...! એકલા ચૈતન્યપ્રકાશના પુંજરૂપ મૂર્તિ! જેમ સૂર્ય પ્રકાશનું બિંબ છે તેમ આત્મા એકલા ચૈતન્યપ્રકાશનું બિંબ છે. અહાહા...! આવું ચૈતન્યપ્રકાશનું બિંબ જેની દૃષ્ટિમાં આવ્યું છે તે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ જ્ઞાની છે. સદા એક જ્ઞાયકભાવમયપણાને લીધે તે રાગ-દ્વેષ-મોહ આદિ ભાવોનો કર્તા નથી અકર્તા જ છે.
એને દયા, દાન, પુણ્ય-પાપના ભાવ આવે ખરા, પણ એનો તે કર્તા નથી. એ તો એક જ્ઞાનમય ભાવનો જ કર્તા છે, અને રાગાદિ વિકારનો અકર્તા જ છે. એને રાગ કરવાનો અભિપ્રાય નથી ને? રાગ કરવા લાયક છે એમ એને નથી ને? તેથી તે અકર્તા જ છે. નિર્મળ જ્ઞાનભાવને કરનારો તે મલિન રાગાદિકને કેમ કરે? જેને મૈસુબના સ્વાદ ચાખ્યા એ હવે નાકના ગુંગાના સ્વાદ કેમ લે ?
જુઓ, આ ૭૫ વર્ષ પહેલાંની વાત છે. (અમારી) બાર વર્ષની ઉંમર હતી ને દિ’ અમારા ઉમરાળા ગામમાં એક ભાવસાર હતો તેનું નામ સુંદરજી હતું. એને એવી ટેવ પડી ગયેલી કે નાકમાંથી ગુંગો કાઢીને ચાટી લે, વળી એટલેથી ન રહે પણ બે દાંત વચ્ચે દબાવીને એને જીભનું ટેરવું અડાડે. અરે! સુંદરજી આ શું કરે છે તું? એમ જોડેના મિત્રો ટોકે એટલે એ ગુંગો કાઢી નાખે. પણ પાછી તક મળી જાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com