________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૭૮-૨૭૯ ]
[ ૩૦૧ છે અને તે ભવસમુદ્ર પાર કરવાનું સાધન છે. વચ્ચે, નબળાઈને લઈને કર્મના ઉદયમાં જોડાવાથી જરી વિકાર-રાગ આવે એને વ્યવહાર કહીએ, છતાં એ બંધ છે. સમજાણું કાંઈ..?
અજ્ઞાની કર્મના નિમિત્તના લ પરિણમતો થકો રાગી પી થાય છે, અને રાગીદ્વષી થતો તે કયાંય ભવસમુદ્રમાં ડૂબી મરે છે. માટે હે ભાઈ ! અંતર્દષ્ટિ કર. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૧૭૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * “યથા માન્ત:' સૂર્યકાંતમણિની માફક માત્મા કાત્મનઃ રા/દ્રિ–નિમિત્તભાવનું નીતુ ન યાતિ' આત્મા પોતાને રાગાદિકનું નિમિત્તે કદી પણ થતો નથી.
જાઓ, એક સૂર્યકાન્ત મણિ થાય છે. એને સૂર્યનાં કિરણો અડે તો એમાંથી અગ્નિ ઝરે એવો તે હોય છે. અહીં કહે છે- જેમ સૂર્યકાન્તમણિ એકલો પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે તેમ... જુઓ, સૂર્યના બિંબથી એમાં અગ્નિ થાય છે એમ નહિ, પણ સૂર્યના બિંબનું એમાં નિમિત્ત છે. નિમિત્ત છે એટલે શું? કે સૂર્યકાંત મણિ અગ્નિરૂપે થાય છે એ તો એની પોતાની તત્કાલીન યોગ્યતાથી થાય છે અને સૂર્યનું બિંબ તેમાં નિમિત્તમાત્ર છે; સૂર્યનું બિંબ એમાં કાંઈ કરી દે છે એમ નહિ.
તેમ આત્મા પોતે પોતાને વિકારનું નિમિત્ત કદી પણ થતો નથી. અહાહા....! આત્મા ચિકૂપસ્વરૂપ પ્રભુ ત્રિકાળ એક શુદ્ધ જ છે. તે પોતે એકલો વિકારરૂપ કેમ થાય? કદીય ન થાય. અહાહા..! પર્યાયમાં જે વિકાર-પુણ્ય પાપના ભાવ, દયા-દાન-ભક્તિ આદિના ભાવ ને હિંસા, જૂઠ, ચોરી આદિના ભાવ થાય છે એનું નિમિત્ત ભગવાન આત્મા નથી. તો કોણ નિમિત્ત છે? તો કહે છે
તરિક્સન નિમિત્તે પરસંગ ઇવ' તેમાં નિમિત્ત પરસંગ જ છે. પરવસ્તુ રાગાદિ કરાવે છે એમ નહિ, પણ પોતે જે પરસંગ કરે, કર્મનો સંગ કરે તો પર્યાયમાં વિકાર થાય છે. અહા ! વિકાર થવામાં ભગવાન આત્મા નિમિત્ત નથી પણ પરસંગ એટલે જડ કર્મનો ઉદય નિમિત્ત છે.
જુઓ, “પરસંગ છg” –એનો કોઈ એમ અર્થ કાઢે કે પરસંગ અર્થાત્ કર્મ વિકાર કરાવે છે તો એમ અર્થ નથી. ઘણા પંડિત લોકો પણ બીજો અર્થ કાઢે છે કે-આત્માનો સ્વભાવ તો શુદ્ધ જ છે, વિકાર થાય એવી તો કોઈ શક્તિ-ગુણ એમાં નથી. માટે કર્મને લઈને જ એને વિકાર થાય છે.
પણ એવો અર્થ-માન્યતા બરાબર નથી. એ લોકોને બિચારાઓને પર્યાયની એક સમયની અશુદ્ધ ઉપાદાનગત યોગ્યતા ખ્યાલમાં આવતી નથી. અહા ! એક સમયની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com