________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૭૮-૨૭૯ ]
| [ ૨૯૭ અહીં કહે છે-ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ પોતે રાગ-દ્વેષ આદિ વિકારી ભાવોનું નિમિત્ત-કારણ નહિ હોવાથી એકલો પોતાની મેળે રાગાદિ વિકારરૂપે પરિણમતો નથી. હવે કહે છે
‘પરંતુ જે પોતાની મેળે રાગાદિભાવને પામતું હોવાથી આત્માને રાગાદિનું નિમિત્ત થાય છે એવા પરદ્રવ્ય વડે જ, શુદ્ધસ્વભાવથી શ્રુત થતો થકો જ, રાગાદિરૂપે પરિણમાવાય છે-આવો વસ્તુનો સ્વભાવ છે.”
જાઓ, જે એટલે પરદ્રવ્ય-જડકર્મ પોતાની વર્તમાન પર્યાયની યોગ્યતાથી પોતાની મેળે રાગાદિના ઉદયરૂપે પરિણમે છે તે, આત્માને-કે જે પોતાના શુદ્ધસ્વભાવથી વ્યુત થાય છે તેને-રાગાદિનું નિમિત્ત થાય છે. અહા ! આત્મા જ્યાં પોતાના અશુદ્ધ ઉપાદાનથી પોતે રાગરૂપે પરિણમે છે ત્યારે કર્મનો રાગરૂપ ઉદય નિયમથી નિમિત્ત હોય છે તેથી “પદ્રવ્ય વડે જ રાગાદિરૂપે પરિણમાવાય છે' એમ કહ્યું છે. પંડિત શ્રી ફૂલચંદજી સિદ્ધાંતશાસ્ત્રીએ જૈન તત્ત્વમીમાંસા' માં આવો જ અર્થ કર્યો છે કે- પરિણમાવાય છે એટલે પરિણમે છે. ત્યાં એવા શબ્દો મૂક્યાં છે કે-બે ગુણ અધિક પરમાણુ એટલે ચાર ગુણવાળો પરમાણુ અને બે ગુણગાના પરમાણુનો સ્કંધ થાય છે ત્યારે તે ચાર ગુણવાળા પરમાણુ વડે બીજા બે ગુણવાળા પરમાણુને ચારગુણવાળો પરિણમાવાય છે. એનો અર્થ જ એ છે કે બે ગુણવાળો પરમાણુ ચારગુણવાળા પરમાણુના નિમિત્તે પોતે ચારગુણપણે પરિણમે છે; અને ત્યારે નિમિત્તથી પરિણમાવાય છે અથવા નિમિત્ત પરિણમાવે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આવી વાત છે. લોકોને તત્ત્વનો અભ્યાસ નહિ એટલે વ્યવહારને ને નિમિત્તને વળગી પડે; પણ શું થાય? જ્યાં જે નયથી કથન હોય તે યથાર્થ સમજવું જોઈએ.
અહાહા...! આત્મા અનંતગુણનો પિંડ પરમ પવિત્ર પ્રભુ ત્રિકાળ શુદ્ધ પૂરણ વીતરાગસ્વભાવ છે. કોઈ ગુણ-સ્વભાવ એનામાં એવો નથી કે પોતે પોતાથી વિકારપણે થાય; પણ પર્યાયમાં કર્મના નિમિત્તના સંગે તે રાગાદિરૂપ થાય છે અને ત્યારે તે પરદ્રવ્ય વડે થાય (પરિણમાવાય) છે એમ કહેવામાં આવે છે. પર્યાયમાં વિકાર સ્વદ્રવ્યના નિમિત્તે નથી થતો પણ પરદ્રવ્યના નિમિત્તે થાય છે એટલે પરદ્રવ્ય વડે જ રાગાદિરૂપ પરિણમાવાય છે એમ વ્યવહારથી કહેવાય છે. હવે સત્ય શું છે એ સમજવાની માણસને ફરસદ ન હોય તો શું થાય ?
ત્યારે કોઈ પંડિત કહેતા હતા કે-જાઓને! આ તમારા સોનગઢવાળા હિંમતભાઈએ શું લખ્યું છે? કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com