________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૪ ]
ચન રત્નાકર ભાગ-૮ અહા ! આવા મનુષ્યપણામાં ભગવાન ત્રિલોકીનાથ જે કહે છે તે ખ્યાલમાં લઈને પ્રભુ આત્માનો અંદરમાં આશ્રય ન કર્યો તો એ કયાં જશે. અહા ! એનું શું થશે? અનંતકાળ તો એને રહેવું છે; કેમકે એ અવિનાશી છે, એનો કાંઈ થોડો નાશ થવાનો છે? અહા ! એ અનંત-અનંત ભવિષ્યમાં કયાં રહેશે? અરે ! જેને રાગની-પુણ્યની રુચિ છે તે મિથ્યાત્વમાં રહેશે ને ચારગતિમાં નિગોદાદિમાં રઝળશે! શું થાય? પુણ્યની રુચિનું ફળ આવું જ છે. જ્યારે અંદર સત્-સ્વરૂપની રુચિ જાગ્રત કરશે તે અનંત ભવિષ્યમાં આત્મામાં જ રહેશે, સ્વ-આધીન સુખમાં જ રહેશે. આવી વાત છે !
અહીં કહે છે-અભવ્ય જીવ નિત્ય-કાયમી રાગ ને રાગના ફળને ચેતે છે. ત્યાં એને જે પંચમહાવ્રતનો ભાવ છે, શાસ્ત્ર ભણતરનો ભાવ છે-એ બધો કર્મચેતના-રાગમાં એકાકારપણાનો ભાવ છે. તેને તે કર્તવ્ય માને છે પરંતુ નિત્યજ્ઞાનચેતનામાત્ર વસ્તુને તે શ્રદ્ધતો નથી. આ અસ્તિ' નાસ્તિ છે. કર્મચેતના છે ત્યાં શુદ્ધ જ્ઞાનચેતના નથી.
અહા ! અભવ્ય જીવ કર્મ એટલે રાગ અને એનું ફળ જે ભોગ એને જ સદા ઇચ્છે છે. તેને નિત્યજ્ઞાનચેતનામાત્ર વસ્તુનું વલણ જ નથી. પર સન્મુખના ક્રિયાકાંડમાં પડેલા તેને સ્વસમ્મુખતા થયા વિના નિત્યજ્ઞાનચેતનામાત્ર સ્વરૂપ વસ્તુનું શ્રદ્ધાન કયાંથી થાય? ન થાય. તેથી એને પરિભ્રમણ મટતું જ નથી.
ત્યારે કેટલાક કહે છે
એક વાર વદે જો કોઈ તહિ નરક-પશુ ગતિ નહિ હોઈ' – એમ કહ્યું છે ને?
બાપુ! એ તો સીધો નરક-પશુમાં ન જાય, પણ પછી શું? જાત્રાના પરિણામ એ કાંઈ ધર્મ નથી ભાઈ ! સન્મેદશિખરની લાખ જાત્રા કરે તોય ધર્મ ન થાય. પરદ્રવ્યાશ્રિત રાગના પરિણામ સંસારનું-બંધનું જ કારણ છે; અબંધ તો એક સ્વઆશ્રિત પરિણામ છે અને તે ધર્મ છે. સમજાણું કાંઈ..?
અભવ્ય જીવ નિત્યજ્ઞાનચેતનામાત્ર વસ્તુને નથી શ્રદ્ધતો કારણ કે તે સદાય સ્વપરના ભેદવિજ્ઞાનને અયોગ્ય છે. અહાહા...! પોતે જ્ઞાનસ્વરૂપી નિત્ય જ્ઞાતા-દષ્ટા પ્રભુ શુદ્ધજ્ઞાનચેતનામાત્ર વસ્તુ ભગવાન આત્મા છે. પણ એને તે જાણતો નથી, શ્રદ્ધતો નથી. અહા ! રાગની-વ્યવહારની ક્રિયાથી મને લાભ થશે, ધર્મ થશે એમ તે માને છે અને સદાય કર્મચેતનાથી લિપ્ત-રંગાયેલો રહે છે; કેમકે એ સદાય સ્વપરનો વિવેક-ભિન્નતા કરવાને અયોગ્ય છે. અહા ! જ્ઞાન અને રાગની ભિન્નતા કરવાને તે સદાય અયોગ્ય છે. અહીં ! આટઆટલું (વ્રત, તપ વગેરે) કરે તોય તે ભગવાન આત્માનું જ્ઞાન કરવા અયોગ્ય છે.
ત્યારે કોઈ કહે છે-અભવ્ય માટે તો તે બરાબર જ છે, પણ ભવ્યનું શું? ( એમ કે વ્રત, તપ આદિ કરે તો તે વડે ભવ્યને તો આત્માનું જ્ઞાન થાય.)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com