________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ તેની સાથે રમવામાં આનંદ ભાસે તેને અનુપમ આનંદરસનું નિત્યભોજન ક્યાંથી હોય? અહા ! સ્ત્રી આદિ વિષયોમાં રમવામાં જે આનંદ ભાસે છે તે તો મિથ્યાત્વનો ભ્રમણાનોસંસારનો રસ છે અને તે ચતુર્ગતિપરિભ્રમણ કરાવનારો છે. સમજાણું કાંઈ....?
પ્રશ્ન- તો સમ્યગ્દષ્ટિને પણ રાગ તો હોય છે? (એમ કે તેને “આનંદામૃતનિત્યભોજિ' કેમ કહ્યો?)
સમાધાન- સમ્યગ્દષ્ટિ અર્થાત્ જેને આનંદનો નાથ પ્રભુ આત્મા અનુભવમાં દષ્ટિમાં ને પ્રતીતિમાં આવ્યો છે અને મુખ્યપણે નિત્ય આનંદનું ભોજન છે. એને કિંચિત રાગ છે તે અહીં ગૌણ છે. કોઈ અહીં એમ કાઢે (સમજે) કે સમકિતી નિત્ય આનંદને ભોગવે, તેને દુ:ખ હોય જ નહિ તો એમ નથી. એને “આનંદામૃતનિત્યભોજિ' કહ્યો એ તો એને જે વીતરાગતાનો-સુખનો અંશ પ્રગટયો એની મુખ્યતાથી વાત કરી. પણ ભાઈ ! એને જેટલો કિંચિત્ રાગ છે તેટલું દુઃખ છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા થઈ નથી ત્યાં સુધી દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના વિકલ્પ તેને હોય છે અને તે રાગ છે અને તેટલું તેને દુઃખનું વેદન છે. પણ અહીં તેને મુખ્ય ન ગણતાં (ગૌણ ગણીને) એને નિત્ય આનંદનું વેદન છે એમ કહ્યું છે. સમજાણું કાંઈ....? અહા! દષ્ટિ (દર્શન) નિર્વિકલ્પ છે અને તેનો વિષય નિત્યાનંદ પ્રભુ અભેદ એક નિર્વિકલ્પ છે. તો દષ્ટિની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને નિત્ય આનંદનો જ અનુભવ છે એમ કહ્યું છે. બાકી દષ્ટિ સાથે જે જ્ઞાન પ્રગટ છે તે તો એમ યથાર્થ જાણે છે કે જેટલો રાગ અવશેષ છે તેટલું દુઃખનું વેદન છે અને તેટલો બંધ પણ છે જે દ્રવ્યબંધનું કારણ થાય છે. આવી વાત છે.
અહાહા...! જેમ હજાર પાંખડીનું ફૂલ ખીલી ઊઠે તેમ અંતર્દષ્ટિ કરતાં ભગવાન આત્મા સર્વ અસંખ્યાત પ્રદેશે આનંદથી ખીલી ઊઠે છે. ઓહો! જે આનંદ અંદર સંકોચપણે-શક્તિપણે પડયો હતો તે, એના તરફનો આશ્રય થતાં જ, ધર્મીને પર્યાયમાં ઉછળીને ઉલ્લસિત થાય છે. આનું નામ ધર્મ ને આનું નામ નિર્જરા કહેવામાં આવે છે. સમકિતીને નિર્જરા છે એમ આવે છે ને? આનું નામ તે નિર્જરા છે.
આ તો એક બે બહારથી ઉપવાસ કરે ને માને કે થઈ ગઈ તપસ્યા ને થઈ ગઈ નિર્જરા તો તેને કહીએ છીએ કે ધૂળેય નથી તપસ્યા સાંભળને. બાપુ! મરી જાય ને તું (ઉપવાસાદિ રાગ) કરી કરીને; તોપણ જ્યાં સુધી નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્માના અંદર ભેટા ન થાય ત્યાં સુધી તપેય નથી ને નિર્જરાય નથી.
આ તો એને નિર્જરા છે જેને આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન છે. આ લૌકિકમાં અમૃત' કહે છે એ નહિ હ. લોકમાં તો અનેક પ્રકારે અમૃત કહે છે એ વાત નથી આ તો અતીન્દ્રિય આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન એમ વાત છે. નિત્ય નામ સદા. નિર્જરા અધિકારમાં છેલ્લે આવ્યું ને? કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com