________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૭૫
तस्य धर्मश्रद्धानमस्तीति चेत्सद्दहदि य पत्तेदि य रोचेदि य तह पुणो य फासेदि। धम्मं भोगणिमित्तं ण दु सो कम्मक्खयणिमित्तं ।। २७५ ।।
श्रद्दधाति च प्रत्येति च रोचयति च तथा पुनश्च स्पृशति।
धर्म भोगनिमित्तं न तु स कर्मक्षयनिमित्तम्।। २७५।। ફરી શિષ્ય પૂછે છે કે-અભવ્યને ધર્મનું શ્રદ્ધાન તો હોય છે; છતાં તેને શ્રદ્ધાન નથી' એમ કેમ કહ્યું? તેનો ઉત્તર હવે કહે છે -
તે ધર્મને શ્રદ્ધ, પ્રતીત, રુચિ અને સ્પર્શન કરે,
તે ભોગહેતુ ધર્મને, નહિ કર્મક્ષયના હેતુને. ૨૭૫. ગાથાર્થ:- [ :] તે (અભવ્ય જીવ) [ મો નિમિત્તે ધર્મ] ભોગના નિમિત્તરૂપ ધર્મને જ [ શ્રદ્ધાતિ ] શ્રદ્ધ છે, [ પ્રત્યેતિ ૨] તેની જ પ્રતીત કરે છે, [ રોતિ ] તેની જ રુચિ કરે છે [તથા પુન: સ્પૃશતિ ] અને તેને જ સ્પર્શે છે, [ન તુ
મૈક્ષનિમિત્ત] પરંતુ કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નહિ. (કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નથી શ્રદ્ધાંતો, નથી તેની પ્રતીતિ કરતો, નથી તેની રુચિ કરતો અને નથી તેને સ્પર્શતો.)
ટીકા:- અભવ્ય જીવ નિત્યકર્મફળચેતનારૂપ વસ્તુને શ્રદ્ધા છે પરંતુ નિત્યજ્ઞાનચેતનામાત્ર વસ્તુને નથી શ્રદ્ધતો કારણ કે તે (અભવ્ય) સદાય (સ્વપરના) ભેદવિજ્ઞાનને અયોગ્ય છે. માટે તે (અભવ્ય જીવ) કર્મથી છૂટવાના નિમિત્તરૂપ, જ્ઞાનમાત્ર, ભૂતાર્થ (સત્યાર્થ) ધર્મને નથી શ્રદ્ધતો, ભોગના નિમિત્તરૂપ, શુભકર્મમાત્ર, અભૂતાર્થ ધર્મને જ શ્રદ્ધ છે; તેથી જ તે અભૂતાર્થ ધર્મનાં શ્રદ્ધાન, પ્રતીત, રુચિ અને સ્પર્શનથી ઉપરના રૈવેયક સુધીના ભોગમાત્રને પામે છે પરંતુ કદાપિ કર્મથી છૂટતો નથી. તેથી તેને ભૂતાર્થ ધર્મના શ્રદ્ધાનના અભાવને લીધે (સાચું ) શ્રદ્ધાન પણ નથી.
આમ હોવાથી નિશ્ચયનય વડે વ્યવહારનયનો નિષેધ યોગ્ય જ છે.
ભાવાર્થ- અભવ્ય જીવને ભેદજ્ઞાન થવાની યોગ્યતા નહિ હોવાથી તે કર્મફળચેતનાને જાણે છે પરંતુ જ્ઞાનચેતનાને જાણતો નથી; તેથી શુદ્ધ આત્મિક ધર્મનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com