________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ એક આત્માના જ્ઞાન વિના આવું કરી કરીને અભવ્ય મરી ગયો તોય એક ભવ ઓછો ન થયો. મારગ બહુ ગંભીર ને સૂક્ષ્મ છે ભાઈ !
અહા ! શાસ્ત્રનું ભણવું એ વિકલ્પ છે, વ્યવહાર છે. એ વ્યવહાર દ્વારા શુદ્ધ નિશ્ચય એક પરમાર્થ વસ્તુ સમજાવી છે. શું થાય ? બીજો ઉપાય નથી તેથી ભેદ પાડીને અભેદ સમજાવવામાં આવે છે. ગાથા ૮ માં પણ કહ્યું છે ને કે
ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને,
વ્યવહાર વિન પરમાર્થનો ઉપદેશ એમ અશકય છે.” જેમ અનાર્યને અનાર્ય ભાષા વિના સમજાવી શકાય નહિ, તેમ, શું થાય? વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી. પરંતુ જેમ અનાર્ય ભાષા અનુસરવાયોગ્ય નથી તેમ વ્યવહાર અનુસરવા-આદરવા યોગ્ય નથી. અજ્ઞાનીને અભેદ ન સમજાય તો ભેદ પાડીને સમજાવવામાં આવે, પણ ત્યાં ભેદ અનુસરવા-આદરવા યોગ્ય નથી.
અગિયાર અંગમાં પણ આ કહ્યું છે કે-ભગવાન! તું જ્ઞાયકમૂર્તિ પ્રભુ શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવી ત્રિકાળ પરમાત્મસ્વરૂપ છો; તેનું લક્ષ કરીને સ્વાનુભૂતિ કર, આનંદનો અનુભવ કર; પણ વ્યવહાર કર એવું એમાં કયાં છે? એ તો વ્યવહાર જે હોય છે એનું કથન છે બાપુ! બાકી વ્યવહાર કર ને વ્યવહારથી લાભ થશે એ વાત જિનશાસનમાં છે જ નહિ. ભાઈ ! આ તારા હિતની વાત છે. એથી ઉલટું વ્યવહારથી થાય એમ માનીશ તો તને સ્વાનુભૂતિ નહિ થાય, અતીન્દ્રિય આનંદનો સ્વાદ નહિ આવે ને તારા ભવના ફેરા નહિ મટે. વ્યવહારથી (નિશ્ચય) થાય એમ ભગવાનની આજ્ઞા નથી અને એવો વસ્તુનો સ્વભાવ પણ નથી. સમજાણું કાંઈ....?
પ્રવચનસાર ગાથા ૧૭રમાં અલિંગગ્રહણના છઠ્ઠી બોલમાં આવે છે કે “લિંગ દ્વારા નહિ પણ સ્વભાવ વડે જેનું ગ્રહણ થાય છે તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.” શું કીધું? કે આત્મા સ્વભાવ વડ જેનું ગ્રહણ થાય છે એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે; વિકલ્પ ને વ્યવહારથી તે જણાય એવું એનું સ્વરૂપ જ નથી. અહા ! આ દયા, દાન, વ્રત, તપ ને વિનય-ભક્તિના વિકલ્પથી કે દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ નિમિત્તથી કે શાસ્ત્ર-ભણતરના વિકલ્પથી આત્મા જણાય એવું એનું સ્વરૂપ જ નથી. ઝીણી વાત છે બાપુ! એ તો નિર્મળ વીતરાગી જ્ઞાનપરિણામ દ્વારા જણાય એવું જ એનું સ્વરૂપ છે.
“પરમાત્મપ્રકાશ” માં પણ આવે છે કે દિવ્યધ્વનિથી પણ આત્મા જણાય એવો નથી. ભગવાન કેવળીની વાણી શ્રુતજ્ઞાન છે. ભગવાન કેવળી પણ શ્રુતજ્ઞાનથી કહે છે, કેવળજ્ઞાનથી નહિ. સાંભળનારને શ્રુતજ્ઞાન છે ને! એને કયાં કેવળજ્ઞાન છે? તેથી કેવળી દિવ્યધ્વનિમાં શ્રુતજ્ઞાનથી કહે છે. અહા ! એ શ્રુતમાં એમ આવ્યું કે-અમને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com