________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૭૨ ]
[ ૨૨૧ ધર્મની પહેલી સીડી-એનું કારણ ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકભાવ છે. આત્માશ્રિત એટલે ત્રિકાળી એક જ્ઞાયકભાવને આશ્રિત નિશ્ચયનય છે. સમ્યગ્દર્શન થવામાં એક જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, નિત્ય સહજાનંદસ્વરૂપ ભાવ એક જ કારણ છે. બાપુ! આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ બાહ્ય ક્રિયાઓ કરે એનાથી સમ્યગ્દર્શન થાય એમ છે નહિ, કેમકે એ તો સર્વ પરાશ્રિત ભાવ છે. એક સ્વના આશ્રયે જ-ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકભાવના આશ્રયે જ સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે. સમજાણું કાંઈ...?
ભાઈ ! ગુણ-ગુણીનો ભેદ પણ પરાશ્રય છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે એમ ભેદ પાડવો તે પરાશ્રિત વ્યવહારનય છે, તે બંધનું કારણ છે. આવી ઝીણી વાત!
આ તો અધ્યાત્મશાસ્ત્ર બાપા! ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ સંવત ૪૯માં થયા. તે પૂર્વવિદેહમાં સર્વજ્ઞ ૫૨માત્મા દેવાધિદેવ શ્રી સીમંધર ભગવાન પાસે ગયા હતા. ત્યાં આઠ દિ' રહીને અહીં આવ્યા પછી આ શાસ્ત્ર બનાવ્યું છે. તેઓ આ ગાથામાં કહે છે કે આત્મા અર્થાત્ ત્રિકાળી એક જ્ઞાયકભાવને આશ્રિત નિશ્ચયનય છે. આવો મારગ બહુ ઝીણો બાપા! લોકો તો બહારથી માંડીને બેઠા છે કે–વ્રત પાળો, ભક્તિ કરો, ને ઉપવાસ કરો ઇત્યાદિ; એમ કરતાં કરતાં કલ્યાણ થઈ જશે. પણ ધૂળેય કલ્યાણ નહિ થાય, સાંભળને, બાપુ! એ તો બધું પુણ્યબંધનું કારણ છે, પાપથી બચવા એ પુણ્ય હોય છે, પણ એ કાંઈ ધર્મ નથી. ધર્મ તો એક જ્ઞાયકભાવ જેને અહીં સ્વ કીધો તેનો આશ્રયે જ થાય છે. અહાહા...! પૂર્ણાનંદસ્વરૂપ ચિદાનંદમય સહજાનંદની મૂર્તિ પ્રભુ આત્મા એ પોતાનું સ્વ છે અને એના આશ્રયે જ ધર્મ થાય છે. સમજાણું કાંઈ..?
ભાઈ! આ કાંઈ કોઈના ઘરની વાત નથી. આ તો ત્રિલાકીનાથ દેવાધિદેવ સર્વજ્ઞ ૫૨માત્માએ દિવ્યધ્વનિમાં જે કહ્યું તે તેમના કેડાયતી સંતો કહે છે. કહે છેઆત્માશ્રિત અર્થાત્ સ્વ-આશ્રિત નિશ્ચયનય છે. ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવ તે સ્વ છે અને સ્વના આશ્રયે નિશ્ચયનય છે. નિશ્ચયનય એટલે ત્રિકાળી ધ્રુવ સત્યાર્થ વસ્તુ; અથવા નિશ્ચયનય એટલે જ્ઞાનનો શુદ્ધ અંશ જેનો વિષય ત્રિકાળી ધ્રુવ સ્વ છે. એ ત્રિકાળી સ્વને જ (અભેદથી ) શુદ્ઘનય કહે છે. અહાહા...! ચિદાનંદઘન પ્રભુ આત્મા જ પોતાનું ૫૨મસ્વરૂપ છે અને તેને જ અભેદથી શુદ્ધનય કહે છે. તે એકના જ આશ્રયે સમ્યગ્દર્શન આદિ ધર્મ થાય છે. હવે આવી વ્યાખ્યા! આકરી પડે માણસને પણ શું થાય ? ભાઈ ! સમ્યગ્દર્શન વિના વ્રત, તપ આદિ તું કરે પણ એ બધો પાશ્રિત ભાવ સંસારમાં રખડવા ખાતે જ છે.
અરે ! અનંતકાળમાં એણે સ્વ-સ્વભાવ જે પૂરણ જ્ઞાનાનંદસ્વભાવથી ભરેલો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com