________________
[ ૨૧૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૭ર ] વ્યવહારનયના જ ત્યાગનો ઉપદેશ છે. આ પ્રમાણે નિશ્ચયનયને પ્રધાન કરીને વ્યવહારનયના ત્યાગનો ઉપદેશ કર્યો છે તેનું કારણ એ છે કે-જેઓ નિશ્ચયના આશ્રયે પ્રવર્તે છે તેઓ જ કર્મથી છૂટે છે અને જેઓ એકાંતે વ્યવહારનયના જ આશ્રયે પ્રવર્તે છે તેઓ કર્મથી કદી છૂટતા નથી.
સમયસાર ગાથા ૨૭૨ : મથાળું હવે આ અર્થને ગાથામાં કહે છે:
* ગાથા ૨૭૨ : ટીકા ઉપરનું પ્રવચન * અહીં મૂળ મુદ્દાની રકમની વાત છે. શું કહે છે? કે
આત્માશ્રિત (અર્થાત્ સ્વ-આશ્રિત) નિશ્ચયનય છે, પરાશ્રિત (અર્થાત્ પરને આશ્રિત) વ્યવહારનય છે.'
અહીં “સ્વ-આશ્રિત” માં સ્વનો અર્થ ત્રિકાળી દ્રવ્યસ્વભાવ લેવા, પણ દ્રવ્ય-ગુણપર્યાય એમ ત્રણ ન લેવાં. “સ્વ-આશ્રિત” એટલે ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકભાવને આશ્રિત. અહાહા...! એક શાકભાવ એ જ નિશ્ચય એમ અહીં લેવું છે. સમજાણું કાંઈ....?
એમ તો દ્રવ્ય એક શાકભાવમાત્ર વસ્તુ, એની અનંત શક્તિઓ (–ગુણી) અને પર્યાય-એ ત્રણેનું અસ્તિત્વ તે સ્વનું પોતાનું અસ્તિત્વ છે. પણ અહીં “સ્વ” માં એ વાત લેવી નથી. અહીં તો મુખ્ય (મુખ્ય તે નિશ્ચય, ગૌણ તે વ્યવહાર) સિદ્ધ કરવા ત્રિકાળી અભેદ એકરૂપ વસ્તુને મુખ્ય કરીને એક સમયની અવસ્થાને ગૌણ કરી નાખવી છે. અહીં અભેદ એક શુદ્ધનિશ્ચય વસ્તુનું લક્ષ કરાવવા ત્રિકાળી એક જ્ઞાયકસ્વભાવભાવ છે તે સ્વ છે, નિશ્ચય છે એમ લેવું છે. અહાહા....! જેમાં કર્મ નથી, પુણ્ય-પાપના ભાવ નથી, એક સમયની પર્યાય ને પર્યાયભેદ નથી કે ગુણભેદ નથી એવો અખંડ એકરૂપ સ્વભાવ ત્રિકાળી એક જ્ઞાયકભાવ તે નિશ્ચયનયનો વિષય છે. “સ્વાશ્રિતો નિશ્ચય:' સ્વના આશ્રયે જ નિશ્ચય છે. સ્વનો આશ્રય કરનારને સમકિત થાય છે.
સમ્યગ્દર્શન-ધર્મનું પહેલું પગથિયું અને ધર્મ કેમ થાય એની આ વાત ચાલે છે. જૈનદર્શનના પ્રાણ સમી ગાથા ૧૧ માં ન આવ્યું કે
'भूदत्थमस्सिदो खलु सम्माइट्ठी हवइ जीवो'
અહાહા...! નિર્મળાનંદનો નાથ ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકભાવમય વસ્તુ પ્રભુ આત્મા જ ભૂતાર્થ છે, સત્યાર્થ છે અને એના આશ્રયે જીવ સમ્યગ્દષ્ટિ થાય છે. અહીં ! અંદર ત્રણ લોકનો નાથ એક જ્ઞાયકસ્વભાવી સત્યાર્થ પ્રભુ છે તેને મુખ્ય કરીને, નિશ્ચય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com