________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૭૦ ].
[ ૧૯૩ આમ પહેલો પર્યાયનો-જ્ઞતિક્રિયાનો ને બીજો દ્રવ્યનો – જ્ઞાયકભાવનો – બે બોલ ચાલી ગયા. હવે ત્રીજો જ્ઞાનગુણનો બોલઃ
“વળી આ ધર્મદ્રવ્ય જણાય છે-ઈત્યાદિ જે અધ્યવસાન છે તે અધ્યવસાનવાળા જીવને પણ, જ્ઞાનમયપણાને લીધે સરૂપ અહેતુક જ્ઞાન જ જેનું એકરૂપ છે એવા આત્માનો અને શેયમય એવાં ધર્માદિક રૂપોનો વિશેષ નહિ જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન હોવાથી (તે અધ્યવસાન) મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી (તે અધ્યવસાન) અચારિત્ર છે.'
આત્મામાં જ્ઞાનગુણ છે એ એનું સ્વરૂપ છે. અહાહા...! જ્ઞાનગુણ આત્માનો સત્ અહેતુક સ્વભાવ છે, એનું કોઈ બીજાં કારણ છે એમ નથી. સ્વરૂપથી જ આત્મા જ્ઞાનમય છે. આમ જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા આત્માનો અને પરશેયરૂપ એવાં જીવ-પુદ્ગલ, ધર્મ-અધર્મ આદિ દ્રવ્યોનો ભેદ નહિ જાણવાને લીધે, એને આ હું અન્ય જીવ, ધર્મ, અધર્મ આદિને જાણું છું એવો જે અધ્યવસાય છે તે અજ્ઞાન છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા અને “ધર્માદિને હું જાણું છું” એવો અધ્યવસાય એ બન્ને જુદી ચીજ છે. પણ આ બન્નેને એક કરે છે તે અજ્ઞાન છે. બહુ સરસ અધિકાર છે ભાઈ !
આગળ ગાથા ૨૭૧ માં આઠ બોલ કીધા છે. એમાં વળી કોઈ લોકો કહે છે કે અધ્યવસાનને બંધનું કારણ કહ્યું છે પણ પરિણામને નહિ.
પણ ભાઈ ! એમાં તો અધ્યવસાન કહો, પરિણામ કહો, ચેતનામાત્રપણાથી ચિત્ત કહો, બોધનમાત્રપણાથી બુદ્ધિ કહો એ બધાય શબ્દો એકાર્થ છે. હવે માણસ સરખું વાંચેય નહિ ને પોતાની મતિ-કલ્પના દોડાવે તે કેમ ચાલે? બાપુ! આ તો ભગવાન સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરનો મારગ છે. જ્યાં સુધી સ્વપરનું ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી જીવને જે પોતાના ને પરના એકપણાના નિશ્ચયરૂપ પરિણામ વર્તે છે તે બધાય-કે જે આ આઠ બોલથી કહ્યા છે તે નિષિદ્ધ છે, કેમકે તે બંધનું કારણ છે. અહા ! તે પર સાથેની એકત્વબુદ્ધિના સઘળા પરિણામ-અધ્યવસાય અજ્ઞાન છે, અદર્શન છે, અચારિત્ર છે ને બંધના કારણરૂપ છે.
અહીં તો (આ ગાથામાં તો) આટલું લેવું છે કે પરના લક્ષે પરના એકત્વરૂપ જે અધ્યવસાય થાય છે કે- “પરને હું મારું-જિવાડું છું, હું મનુષ્યાદિ છું, ને હું ધર્માદિને જાણું છું.” – એ નિષિદ્ધ છે. પણ એથીય વિશેષ આગળ કળશમાં (કળશ ૧૭૩ માં) કહેશે કે -હું એમ માનું છું કે જે પરાશ્રયભાવરૂપ છે તે બધાય વ્યવહારનો ભગવાને નિષેધ કર્યો છે. મતલબ કે સ્વાશ્રય તે નિશ્ચય ને પરાશ્રય તે વ્યવહાર. ત્યાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com